ગૌરવ@ગુજરાત: ચંદ્રયાન-2ના અવકાશયાનના પાર્ટ્સ જામનગરમાં બનાવાયેલા મશીનથી બનશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ગુજરાત માટે વધુ એક ગૌરવપૂર્ણ ક્ષણનું સર્જન છે. ભારતીય અંતરીક્ષ વિભાગ, DRDO અને ISROના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ CHANDRAYAN-2ના નિર્માણમાં ગુજરાતની મહત્વની ભૂમિકા રહેવાની છે. CHANDRAYAN-2નું અવકાશયાન બનાવવા માટે જે પાર્ટસ તૈયાર થશે તે પાર્ટસને તૈયાર કરવાનુ મશીન ગુજરાતના જામનગરમાં તૈયાર થયુ છે. જામનગરની ગીતા મશીન ટુલ્સ પ્રાઈવેટ લીમીટેડ કંપનીમાં તૈયાર કરવામાં
 
ગૌરવ@ગુજરાત: ચંદ્રયાન-2ના અવકાશયાનના પાર્ટ્સ જામનગરમાં બનાવાયેલા મશીનથી બનશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાત માટે વધુ એક ગૌરવપૂર્ણ ક્ષણનું સર્જન છે. ભારતીય અંતરીક્ષ વિભાગ, DRDO અને ISROના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ CHANDRAYAN-2ના નિર્માણમાં ગુજરાતની મહત્વની ભૂમિકા રહેવાની છે. CHANDRAYAN-2નું અવકાશયાન બનાવવા માટે જે પાર્ટસ તૈયાર થશે તે પાર્ટસને તૈયાર કરવાનુ મશીન ગુજરાતના જામનગરમાં તૈયાર થયુ છે. જામનગરની ગીતા મશીન ટુલ્સ પ્રાઈવેટ લીમીટેડ કંપનીમાં તૈયાર કરવામાં આવેલા આ મશીનમાં CHANDRAYAN-2નું અવકાશયાનના પાર્ટ્સ બનશે અને એ રીતે ગુજરાત અને ખાસ કરીને જામનગરનું નામ કાયમ માટે આ અવકાશ અભિયાન સાથે જોડાઈ જશે. ભારતીય અંતરીક્ષ વિભાગ, DRDO અને ISROના અતિ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ CHANDRAYAN-2ના પાયામાં ગુજરાત સાથેનો સંબંધ જોડાયો છે. જે માનવરહિત યાન અવકાશમાં મોકલવાનું છે તેમાં જામનગરની એક કંપનીએ યોગદાન આપ્યું છે. આ યાન તૈયાર કરવાના કેટલાક પાર્ટસને બનાવવા માટેનુ CNC મશીન જામનગરથી હૈદરાબાદ મોકલવામાં આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભારતના અતિ મહત્વાકાંક્ષી મિશન ચંદ્રયાનના બીજા તબ્બકાની તૈયારીઓ શરૂ થઇ ચુકી છે. ડીફેન્સ રીસર્ચ એન્ડ ડેવલોપ્મેન્ટ ઓર્ગેનાઈઝેશન – DRDO દ્વારા આવતા વર્ષે આ મિશન લોન્ચ કરવામાં આવશે. ચંદ્રયાન-2 મિશનને લઈને દેશની અવકાશ સંશોધન સંસ્થા જ નહી પણ સમગ્ર વિશ્વ ભારત તરફ નજર કરીને બેઠો છે. પ્રથમ મિશનમાં લેન્ડીંગ સમસ્યા થવાના કારણે મિશનમાં અડચણ આવી. પરંતુ આ વખતે કોઈ કચાશ ન રહી જાય તેની તકેદારી સાથે દેશની સર્વોચ્ચ અવકાશ પ્રોગ્રામ સંભાળતી સંસ્થા ISRO દ્વારા ચંદ્રયાન-2 મિશનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

જામનગરના ગીતા મશીન ટુલ્સ પ્રાઈવેટ લીમીટેડ કંપની દ્રારા અવકાશ સંશોધન સંભાળતી દેશની સર્વોચ્ચ સંસ્થા ડીઆરડીઓ સાથેના કરાર મુજબ ખાસ હેતુ માટેનુ મશીન તૈયાર કરવામાં આવ્યું છે. આશરે 90 (નેવું) ટન વજન ધરાવતી મશીન બનાવી એપ્રિલ મહિનામાં જામનગરથી નવ ટ્રક મારફતે હૈદરાબાદ મોકલી દેવામાં આવ્યું છે. આ મશીનમાં વાપરવામાં આવેલું 90 ટકા ધાતુ અહીથી જ તૈયાર કરાયું છે. જ્યારે 10 ટકા જેટલું ધાતુ જર્મનીથી આયાત કરવામાં આવ્યું હતું. છે. આઠ મહિનાથી 25 થી 30 લોકોએ આ મશીન બનાવવામાં સક્રિયતા દાખવી હતી.

જામનગરની આ કંપની ગીતા મશીન ટુલ્સ પ્રાઈવેટ લીમીટેડ મધ્રર મશીન માટે વિશ્વમાં વિખ્યાત છે. જે દેશમાં નહી પરંતુ વિશ્વના અનેક દેશને તેની માંગ મુજબના ખાસ હેતુ માટેના મશીન તૈયાર કરી આપ્યા છે અને નિકાસ કર્યા છે. જેમાં સાઉદી અરબ, કુવૈત, દુબઈ, લંકા, બાંગ્લાદેશ, ગ્રીસ સહીતના દેશો માટે આ કંપની મશીન તૈયાર કરવામાં આવ્યા છે અને મોકલવામાં આવ્યાં છે. દેશની બ્રહ્મોસ મિસાઈલ માટેના પાર્ટસ માટેનું મશીન, નેવીની સબમરીન માટેના પાર્ટસનું મશીન, બોમ્બ તૈયાર કરવા હોય કે ટેન્ક બનાવવા પાર્ટસના મશીન, પ્લેનના કેટલાક પાર્ટસ માટેનું મશીન વગરે મશીનો આ કંપની દ્વારા તૈયાર કરીને મોકલવામાં આવ્યા છે. જામનગરની આ સંસ્થાએ ભુતકાળમાં અહીથી જુદી જુદી મશીનરી બનાવી સપ્લાય કરી છે.