ગૌરવ@પાટણ: જિલ્લાના બે‌ શિક્ષકોની દમણ‌‌ સંઘ પ્રદેશના‌ માસ્તરોને તાલીમ

અટલ સમાચાર, મહેસાણા પાટણ જિલ્લાના બે શિક્ષકોની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડના 19 વિષયના તજજ્ઞોની ટીમમાં સમાવેશ થયો હતો. અને દમણ સંઘ પ્રદેશના શિક્ષકોને 5 દિવસીય તાલીમ આપી હતી. જિલ્લાના શિક્ષકોની આ સિદ્ધિથી જિલ્લા શિક્ષણ આલમ ગર્વની લાગણીનો અનુભવ કરી રહ્યો છે. ગુજરાત રાજ્ય દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડના વિવિધ વિષયમાં પારંગત શિક્ષકોની એક
 
ગૌરવ@પાટણ: જિલ્લાના બે‌ શિક્ષકોની દમણ‌‌ સંઘ પ્રદેશના‌ માસ્તરોને તાલીમ

અટલ સમાચાર, મહેસાણા

પાટણ જિલ્લાના બે શિક્ષકોની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડના 19 વિષયના તજજ્ઞોની ટીમમાં સમાવેશ થયો હતો. અને દમણ સંઘ પ્રદેશના શિક્ષકોને 5 દિવસીય તાલીમ આપી હતી. જિલ્લાના શિક્ષકોની આ સિદ્ધિથી જિલ્લા શિક્ષણ આલમ ગર્વની લાગણીનો અનુભવ કરી રહ્યો છે.

ગુજરાત રાજ્ય દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડના વિવિધ વિષયમાં પારંગત શિક્ષકોની એક ટીમ તૈયાર કરવામાં આવી હતી. આ ટીમના તજજ્ઞોએ દમણની મોડર્ન સ્કૂલ ખાતે વિવિધ વિષયોના શિક્ષકોને પાંચ દિવસ તાલીમ આપવાની હતી. જેમાં પાટણ જિલ્લાની જય ભારત હાઈસ્કૂલ સમી ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા શૈલેન્દ્રસિંહ સોઢા તેમજ સંડેર હાઈસ્કૂલના દિનેશભાઈ મોદી 19 તજજ્ઞોમાં પસંદગી પામ્યા હતા.

આ ટીમ દ્વારા કેન્દ્ર શાસીત એવા દમણ‌ સંઘ પ્રદેશના શિક્ષકોને પ્રશ્નપત્રની રચના, બ્લુ પ્રિન્ટ, અધ્યાપન, પદ્ધતિલક્ષી શિક્ષણ, અભ્યાસક્રમ વગેરે જેવા વિવિધ વિષય ઉપર પાંચ દિવસીય તાલીમ આપી હતી. જેની સંપૂર્ણ રીતે સફળ નેતૃત્વની કામગીરી માધ્યમિક બોર્ડના કન્વીનર વિપુલ પટેલની રાહબરી હેઠળ થઇ હતી.