મેળાવડો@રાજપૂતઃ આઝાદી વખતના બલિદાનનું શ્રેષ્ઠ મ્યુઝીયમ ઉભું કરવા મંથન

અટલ સમાચાર ગુજરાત રાજ્યના રાજપૂતોની 120 વિવિધ સંસ્થાઓ એક નેજા હેઠળ સ્નેહમિલન કાર્યક્રમમાં જોડાઈ હતી. જેમાં સમાજને આગળ વધારવા અનેક મુદ્દાઓ ઉપર ચર્ચા-વિમર્શ કરવામાં આવેલ. કાર્યક્રમનું આયોજન શ્રી ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળ દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં સમાજના હોદ્દેદારો, અગ્રણીઓ અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો ગુજરાત રાજ્યમાં
 
મેળાવડો@રાજપૂતઃ આઝાદી વખતના બલિદાનનું શ્રેષ્ઠ મ્યુઝીયમ ઉભું કરવા મંથન

અટલ સમાચાર

ગુજરાત રાજ્યના રાજપૂતોની 120 વિવિધ સંસ્થાઓ એક નેજા હેઠળ સ્નેહમિલન કાર્યક્રમમાં જોડાઈ હતી. જેમાં સમાજને આગળ વધારવા અનેક મુદ્દાઓ ઉપર ચર્ચા-વિમર્શ કરવામાં આવેલ. કાર્યક્રમનું આયોજન શ્રી ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળ દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં સમાજના હોદ્દેદારો, અગ્રણીઓ અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મેળાવડો@રાજપૂતઃ આઝાદી વખતના બલિદાનનું શ્રેષ્ઠ મ્યુઝીયમ ઉભું કરવા મંથન

ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી રાજપૂત સમાજને કનડગતા વિવિધ પ્રશ્નો અંગે સામાજીક આગેવાનો સક્રીય બન્યા છે. ઝડપથી પ્રગતિ કરી રહેલ વર્તમાન સાથે ચાલવાના પ્રશ્નો અંગે ગહન ચર્ચાઓ કરવામાં આવી હતી. તેમજ ઉપસ્થિત આગેવાનોએ બિન અનામત નિગમ દ્વારા કન્યાઓને મળતી શિષ્યવૃત્તિ સહાય યુવતિઓના વિકાસમાં સરકારની સારી પહેલ છે. પરંતુ નિગમના ડાયરેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી કે ગરીબ છાત્રાઓની સાથે ઓછી આવક મર્યાદામાં સમાવિષ્ટ યુવકોને પણ આ યોજનાનો લાભ આપવો જોઈએ. શ્રી ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળ દ્વારા આયોજીત કાર્યક્રમમાં બિન અનામત આયોગના ડીરેક્ટર કરણસિંહ ચાવડા, કરણસી સેનાના અધ્યક્ષ રેવાબા જાડેજા સહિત 120 જેટલા વિવિધ સંગઠનોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

મેળાવડો@રાજપૂતઃ આઝાદી વખતના બલિદાનનું શ્રેષ્ઠ મ્યુઝીયમ ઉભું કરવા મંથન

સમાજના નાનામાં નાના વ્યક્તિના પ્રશ્નોનું નિરાકરણ કરી આપનાર બિન અનામત નિગમના ડાયરેક્ટર કરણસિંહ ચાવડાએ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, કેવડીયા ખાતેની સરદાર પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આપણા સૌ માટે ગૌરવની વાત છે. પરંતુ સરદાર પટેલને દેશના 562 રજવાડાઓએ તે સમયે દેશદાઝને લઈ પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું હતું તે પણ નોંધનીય બાબત છે. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જગ્યા ઉપર રજવાડાઓને યાદગીરીરૂપે મ્યુઝીયમ નિર્માણ કરવાની અગાઉ વાત કરી હતી. કેવડીયા કોલોની ખાતે સરદારની પ્રતિમા સ્થળે નરેન્દ્ર મોદીએ રજવાડાઓ માટે જોયેલુ સ્વપ્ન હજુ અધુરૂ રહ્યું છે. આ બાબતની નોંધ લઈ સરકાર દ્વારા ઝડપથી કામ ચાલુ કરી દેવું જોઈએ. જેથી કેવડીયા કોલોનીની મુલાકાતે આવતા પ્રવાસીઓ દેશના રજવાડાઓનું શૌર્ય, દાતારી અને દેશપ્રેમથી ગૌરવ અનુભવી શકે. ભારતની સંસ્કૃતિનો એક મોટો ભાગ એવા રજવાડાઓનું મ્યુઝીમ અહીં ઝડપથી નિર્માણ થવું જોઈએ. આ અંગે સરકારનું ધ્યાન દોરવા જરૂર પડે આગામી સમયમાં ગાંધીનગર ખાતે દેશના તમામ રાજપૂતોનું એક મોટું અધિવેશન બોલાવી મંથન કરવામાં આવશે.