લ્યો બોલો! વડાપ્રધાન મોદીના પરદાદાઓ રાજપૂત કૂળના હોવાનો સગાભાઈનો એકરાર

અટલ સમાચાર, મહેસાણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકીયક્ષેત્રે દેશ-વિદેશમાં જાણીતા છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રેકોર્ડબ્રેક સમય સુધી પદ સંભાળ્યા બાદ જ્યારે તેઓ 2014માં વડાપ્રધાન બન્યા બાદ તેમના નેતૃત્વની વિશ્વએ નોંધ લીધી છે. સગાભાઈએ નરેન્દ્ર મોદી વિશે એક ગુજરાતી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં પ્રશ્ન કર્યો હતો કે, નરેન્દ્ર મોદીમાં નેતૃત્વના ગુણ અંગે શું કહેશો? તેના જવાબમાં પ્રહલાદ મોદીએ
 
લ્યો બોલો! વડાપ્રધાન મોદીના પરદાદાઓ રાજપૂત કૂળના હોવાનો સગાભાઈનો એકરાર

અટલ સમાચાર, મહેસાણા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકીયક્ષેત્રે દેશ-વિદેશમાં જાણીતા છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રેકોર્ડબ્રેક સમય સુધી પદ સંભાળ્યા બાદ જ્યારે તેઓ 2014માં વડાપ્રધાન બન્યા બાદ તેમના નેતૃત્વની વિશ્વએ નોંધ લીધી છે. સગાભાઈએ નરેન્દ્ર મોદી વિશે એક ગુજરાતી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં પ્રશ્ન કર્યો હતો કે, નરેન્દ્ર મોદીમાં નેતૃત્વના ગુણ અંગે શું કહેશો? તેના જવાબમાં પ્રહલાદ મોદીએ જણાવ્યું હતું કે, દરેક સમાજને તેના બારોટ હોય છે. અમારા બારોટ નાંદેડમાં આજે પણ છે. તેમના ચોપડાની અંદર પેઢીનામામાં સ્પષ્ટ લખ્યું છે કે અમે રાજવી પરિવારના રાજપૂત કૂળના સંતાનો છીએ.

આ સાથે પ્રહલાદ મોદીએ પોતાના સગાભાઈ નરેન્દ્ર મોદી વિશે અનેક સંસ્મરણો વાગોળ્યા હતા. જેમાં નરેન્દ્ર મોદીએ ગરીબી દરમિયાન લોટામાં કોલસા મુકી ઈસ્ત્રી કરતા, નાટકો ભજવતા, મગરીના બચ્ચાને ઘર સુધી લાવ્યાની બહાદુરી અને 1970માં ઘર છોડી દીધા સહિતના કિસ્સાઓ ઉપર ચર્ચાઓ કરી હતી.