ઘટાઘોમ@શામળાજી: કાળા ડિબાંગ વાદળોએ આકાશને બાનમાં લીધુ, કરા સાથે વરસાદ

અટલ સમાચાર, મોડાસા કોરોના મહામારી વચ્ચે શામળાજીમાં કરા સાથે વરસાદ આવ્યો હોવાનું સામે આવ્યુ છે. પંથકમાં વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળોએ આકાશને બાનમાં લેતાં શામળાજીમાં અંધારપટ છવાયો હતો. આ તરફ નેશનલ હાઇવે પરની દુકાનોમાં પણ વરસાદી પાણી ભરાયા હોવાનું સામે આવ્યુ છે. હવામાન વિભાયની આગાહી મુજબ શામળાજી અને પંથકના ગામડાઓમાં ધોધમાર વરસાદે એન્ટ્રી કરી છે.
 
ઘટાઘોમ@શામળાજી: કાળા ડિબાંગ વાદળોએ આકાશને બાનમાં લીધુ, કરા સાથે વરસાદ

અટલ સમાચાર, મોડાસા

કોરોના મહામારી વચ્ચે શામળાજીમાં કરા સાથે વરસાદ આવ્યો હોવાનું સામે આવ્યુ છે. પંથકમાં વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળોએ આકાશને બાનમાં લેતાં શામળાજીમાં અંધારપટ છવાયો હતો. આ તરફ નેશનલ હાઇવે પરની દુકાનોમાં પણ વરસાદી પાણી ભરાયા હોવાનું સામે આવ્યુ છે. હવામાન વિભાયની આગાહી મુજબ શામળાજી અને પંથકના ગામડાઓમાં ધોધમાર વરસાદે એન્ટ્રી કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઘટાઘોમ@શામળાજી: કાળા ડિબાંગ વાદળોએ આકાશને બાનમાં લીધુ, કરા સાથે વરસાદ

અરવલ્લી જીલ્લાના યાત્રાધામ શામળાજીમાં ભારે વરસાદ આવતા દુકાનોમાં પાણી ભરાયા છે. શામળાજી પંથકના દેવનીમોરી, રંગપુર, ખોડંબા, અણસોલ, શામળપુર સહિતના ગામોમાં વહેલી સવારથી વાદળછાયાં વાતાવરણ વચ્ચે ભારે વરસાદ આવ્યો હતો. શામળાજીના રસ્તાઓ પાણી ગરકાવ થઇ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

ઘટાઘોમ@શામળાજી: કાળા ડિબાંગ વાદળોએ આકાશને બાનમાં લીધુ, કરા સાથે વરસાદ

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, કોરોના અને કાળઝાળ ગરમી વચ્ચે શામળાજીમાં વરસાદ આવતાં રાહત મળી છે. કરા સાથે આવેલા ભારે વરસાદને લઇ ઠેર-ઠેર પાણી ભરાયા હતા. આ તરફ નેશનલ હાઇવે પર આવેલી અમુક દુકાનોમાં વરસાદી પાણી ભરાઇ જવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. નોંધનિય છે કે, હવામાન વિભાગે અગાઉ અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરેલી છે.