ગીર સોમનાથઃ કોરોના સંકટ વચ્ચે વરસાદ સાથે 2.9ની તીવ્રતાનો ભૂકંપ

અટલ સમાચાર, ડેસ્ક સૌરાષ્ટ્ર પંથકમાં એક તરફ વરસાદ પડી રહ્યો હતો ત્યારે બીજી તરફ ગીર સોમનાથના તાલાલા, ગીર અને ગ્રામ્ય વિસ્તારોમાં ગુરુવારે બપોરે 3.44 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સિસ્મોલોજી વિભાગના આંકડા પ્રમાણે રિક્ટર સ્કેલ ઉપર ભૂકંપની તિવ્રતા 2.9 નોંધાઈ હતી. જ્યારે તાલાલાથી 9 કિલોમિટર દૂર નોર્થ ઈસ્ટમાં ભૂકંપું કેનદ્ર બિન્દુ હતું. જોકે, આ ભૂકંપમાં
 
ગીર સોમનાથઃ કોરોના સંકટ વચ્ચે વરસાદ સાથે 2.9ની તીવ્રતાનો ભૂકંપ

અટલ સમાચાર, ડેસ્ક

સૌરાષ્ટ્ર પંથકમાં એક તરફ વરસાદ પડી રહ્યો હતો ત્યારે બીજી તરફ ગીર સોમનાથના તાલાલા, ગીર અને ગ્રામ્ય વિસ્તારોમાં ગુરુવારે બપોરે 3.44 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સિસ્મોલોજી વિભાગના આંકડા પ્રમાણે રિક્ટર સ્કેલ ઉપર ભૂકંપની તિવ્રતા 2.9 નોંધાઈ હતી. જ્યારે તાલાલાથી 9 કિલોમિટર દૂર નોર્થ ઈસ્ટમાં ભૂકંપું કેનદ્ર બિન્દુ હતું. જોકે, આ ભૂકંપમાં કોઈ જાનહાની પહોંચી નથી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ગઢડા સહિતના અનેક વિસ્તારોમાં મેગરાજાની પધરામણી થઈ હતી. અમરેલીના બાબરા, દરેડ, ગડકોટડી, ચમારડી, ધરાઈ, ખાખરીયા જ્યારે ધારી પંથકમાં ધારી શહેર સહિત દુધાળા, ખિસરી, જીરા, સરસિયા સહિતના ગામોમાં લાંબા વિરામ બાદ વરસાદ પડ્યો હતો.

અમરેલી જિલ્લામાં અમરેલી શહેર સહિત ખાંભા, અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વરસાદના પગલે વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી હતી. બીજી તરફ પીપળવા, બગસરામાં ધોધમાર વરસાદ પડતા રોડ રસ્તાઓ ઉપર પાણી વહેતા થયાં હતા.