દુર્ઘટના@ગોધરા: વહેલી સવારે ટ્રક-એક્ટિવા વચ્ચે અકસ્માત, મહિલાનું ઘટનાસ્થળે જ મોત

અટલ સમાચાર ડોટ કોમ, ગોધરા કોરોનાકાળ વચ્ચે ગોધરામાં માર્ગ અકસ્માતની ઘટનામાં એક મહિલાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયુ છે. આજે વહેલી સવારે એક્ટિવા પર નોકરી પર જઇ રહેલાં દંપતિને અકસ્માત નડ્યો હતો. ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાતા મહિલાનું મોત થયુ છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકો સહિત આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. અટલ સમાચાર
 
દુર્ઘટના@ગોધરા: વહેલી સવારે ટ્રક-એક્ટિવા વચ્ચે અકસ્માત, મહિલાનું ઘટનાસ્થળે જ મોત

અટલ સમાચાર ડોટ કોમ, ગોધરા

કોરોનાકાળ વચ્ચે ગોધરામાં માર્ગ અકસ્માતની ઘટનામાં એક મહિલાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયુ છે. આજે વહેલી સવારે એક્ટિવા પર નોકરી પર જઇ રહેલાં દંપતિને અકસ્માત નડ્યો હતો. ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાતા મહિલાનું મોત થયુ છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકો સહિત આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પંચમહાલના ગોધરામાં વહેલી સવારે અકસ્માતની ઘટના સામે આવી છે. ચાચરચોક વિસ્તારમાં આજે વહેલી સવારે ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત એટલો બધો ભયાનક હતો કે, મહિલાનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતુ. પ્રાથમિક તપાસમાં મુવાડા ગામનું દંપતી નોકરી માટે જરોદ જઇ રહ્યા હતા આ દરમ્યાન અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યુ છે. ઘટનાને લઇ સ્થાનિક પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.