વેપાર@દેશઃ 18 ડિસેમ્બરે સોના-ચાંદીના ભાવમાં થયો આટલા રૂપિયાનો ફેરફાર

અટલ સમાચાર, ડેસ્ક શુક્રવારે સોના અને ચાંદી (Gold Silver Price) સસ્તા થયા છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોનાનો વાયદો ભાવ 0.24 ટકા ગબડીને 50,270 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર કારોબાર કરતો જોવા મળ્યો. આ પહેલા ત્રણ દિવસ સુધી સોનાના વાયદામાં તેજી જોવા મળી. ચાંદીના ભાવમાં શુક્રવારે 0.60 ટકાનો ઘટાડો જોવા મળ્યો. ત્યારબાદ તે 67,882
 
વેપાર@દેશઃ 18 ડિસેમ્બરે સોના-ચાંદીના ભાવમાં થયો આટલા રૂપિયાનો ફેરફાર

અટલ સમાચાર, ડેસ્ક

શુક્રવારે સોના અને ચાંદી (Gold Silver Price) સસ્તા થયા છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોનાનો વાયદો ભાવ 0.24 ટકા ગબડીને 50,270 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર કારોબાર કરતો જોવા મળ્યો. આ પહેલા ત્રણ દિવસ સુધી સોનાના વાયદામાં તેજી જોવા મળી. ચાંદીના ભાવમાં શુક્રવારે 0.60 ટકાનો ઘટાડો જોવા મળ્યો. ત્યારબાદ તે 67,882 રૂપિયા પ્રતિ કિલો પર કારોબાર કરતી જોવા મળી. આ પહેલાના કારોબારી સત્રમાં સોનું 1.5 ટકા એટલે કે 750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી વધ્યું હતું. બીજી તરફ, ચાંદી પણ 3.5 ટકા એટલે કે 2,300 રૂપિયા પ્રતિ કિલોગ્રામ વધી હતી.

સોનાના વેપારીઓની નજર અમેરિકામાં પ્રોત્સાહન પેકેજ પર પણ છે. માનવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં જ અમેરિકન સેનેટથી તેની મંજૂરી મળી શકે છે. હાલના દિવસોમાં સોનાના ભાવમાં તેજી જોવા મળી છે. પ્રોત્સાહન પેકેજની આશાથી ગોલ્ડને સપોર્ટ મળે છે. પરંતુ ઇટીએફ રોકાણકારો દ્વારા હજુ પણ સોનાની ખરીદારી નથી જોવા મળી. ઈટીએફમાં રોકાણકારોનો રસ ઓછો જોવા મળી રહ્યો છે. એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટ મુજબ, ગુરૂવારે ગોલ્ડ ઇટીએફ હોલ્ડિંગ 0.2 ટકા ઘટીને 1,167.82 પર આવી ગયું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સોનાના ભાવમાં જોકે વધારાનું એક કારણ એ પણ છે કે દુનિયાભરના અનેક દેશોમાં કોરોના વાયરસ સંક્રમણના કેસ વધ્યા છે. વધતા સંક્રમણના કારણે ફરી એકવાર કડક પ્રતિબંધો જોવા મળી રહ્યા છે. વૈશ્વિક બજારની વાત કરીએ તો અહીં પણ આજના ભાવમાં જોકે તેજી બાદ ઘટાડો જોવા મળી રહ્યો છે. અહીં સ્પોટ ગોલ્ડનો ભાવ 0.2 ટકાના ઘટાડાની સાથે 1,881.65 ડૉલર પ્રતિ ઔંસ કારોબાર કરતો જોવા મળ્યો. ચાંદીના ભાવમાં પણ 1 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.