વેપાર@દેશઃ 8 ફેબ્રુઆરીએ સોના-ચાંદીના ભાવમાં આટલા રૂપિયાનો ઘટાડો નોંધાયો

અટલ સમાચાર, ડેસ્ક નોંધનીય છે કે, છેલ્લા 6 સત્રમાંથી 5 સત્રમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. જેના કારણે સોનું પોતાના ઓગસ્ટ 2020ના રેકોર્ડ હાઈ 56,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરથી 9000 રૂપિયા સસ્તું થઈ ચૂક્યું છે. MCX પર સોનું માર્ચમાં ફ્યૂચર ટ્રેડ 39 રૂપિયાના ઘટાડાની સાથે 47,217 રૂપિયાના સ્તર પર ટ્રેડ થઈ રહ્યું હતું. બીજી
 
વેપાર@દેશઃ 8 ફેબ્રુઆરીએ સોના-ચાંદીના ભાવમાં આટલા રૂપિયાનો ઘટાડો નોંધાયો

અટલ સમાચાર, ડેસ્ક

નોંધનીય છે કે, છેલ્લા 6 સત્રમાંથી 5 સત્રમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. જેના કારણે સોનું પોતાના ઓગસ્ટ 2020ના રેકોર્ડ હાઈ 56,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરથી 9000 રૂપિયા સસ્તું થઈ ચૂક્યું છે. MCX પર સોનું માર્ચમાં ફ્યૂચર ટ્રેડ 39 રૂપિયાના ઘટાડાની સાથે 47,217 રૂપિયાના સ્તર પર ટ્રેડ થઈ રહ્યું હતું. બીજી તરફ ચાંદી માર્ચ ફ્યૂચર ટ્રેડ 130 રૂપિયાના ઘટાડાની સાથે 68,608 રૂપિયાના સ્તર પર ટ્રેડ કરી રહી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આંતરરાષ્ટ્રીય માર્કેટની વાત કરીએ તો અહીં પણ ગોલ્ડની વેચાવલી હાવી છે. સોમવારે અમેરિકામાં સોનાનો કારોબાર 2.92 ડૉલરના ઘટાડાની સાથે 1,8,11.22 ડૉલર પ્રતિ ઔંસના રેટ પર થઈ રહ્યો છે. બીજી તરફ ચાંદીનો કારોબાર 0.03 ડૉલરની તેજી સાથે 26.94 ડૉલરના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે આવો ચેક કરો રાજધાની દિલ્હીમાં ગોલ્ડનો ભાવ શું છે – 22 કેરેટ ગોલ્ડનો ભાવ 46,220 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 24 કેરેટ ગોલ્ડનો ભાવ 50420 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે ચાંદીનો ભાવ 68700 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે.

નાણા મંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2021-22 માટે રજૂ કરવામાં આવેલા બજેટમાં સોના અને ચાંદીના આયાત ચાર્જ પર ભારે ઘટાડાની જાહેરાત કરી છે. સોના અને ચાંદી પર આયાત ચાર્જમાં 5 ટકાનો ઘટાડો કર્યો છે. હાલમાં સોના અને ચાંદી પર 12.5 ટકા ઇમ્પોર્ટ ડ્યૂટી આપવી પડે છે. 5 ટકાના ઘટાડ બાદ માત્ર 7.5 ટકા ડ્યૂટી આપવી પડશે. તેના કારણે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો.