વેપારઃ કોરોના સંકટ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં આટલા રૂપિયાનો વધારો નોંધાયો

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદમાં ઝવેરી બજારમાં આજે શનિવારે એક કિલો ચાંદીના ભાવમાં 200 રૂપિયાનો સુધારો થતાં ચાંદી ચોરસા 63,000 રૂપિયા અને ચાંદી રુંપુ 62,800 રૂપિયાની સપાટીએ બંધ રહી હતી. જોકે, શુક્રવારે એક કિલો ચાંદીના ભાવમાં 200 રૂપિયાનો વધારો નોંધાતા ચાંદી ચોરસા 62,800 રૂપિયા અને ચાંદી રુંપુ 62,600 રૂપિયાના ભાવે બંધ રહી હતી. અટલ સમાચાર આપના
 
વેપારઃ કોરોના સંકટ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં આટલા રૂપિયાનો વધારો નોંધાયો

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદમાં ઝવેરી બજારમાં આજે શનિવારે એક કિલો ચાંદીના ભાવમાં 200 રૂપિયાનો સુધારો થતાં ચાંદી ચોરસા 63,000 રૂપિયા અને ચાંદી રુંપુ 62,800 રૂપિયાની સપાટીએ બંધ રહી હતી. જોકે, શુક્રવારે એક કિલો ચાંદીના ભાવમાં 200 રૂપિયાનો વધારો નોંધાતા ચાંદી ચોરસા 62,800 રૂપિયા અને ચાંદી રુંપુ 62,600 રૂપિયાના ભાવે બંધ રહી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આજે શનિવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 200 રૂપિયાનો વધારો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 51,000 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 50,800 રૂપિયાના સ્તરે બંધ રહ્યું હતું. જો કે, શુક્રવારે સોનાના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 50,800 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 50,600 રૂપિયાના લેવલે બંધ રહ્યું હતું.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં શનિવારે સરાફા બજાર બંધ રહે છે જોકે, શુક્રવારે સોનાના ભાવમાં 102 રૂપિયાનો ઘટોડા થતાં સોનું 48,594 રૂપિયાના ભાવે બંધ રહ્યું હતું. જોકે, આ પહેલાના કારોબારી સત્રમાં સોનું 48,696 રૂપિયાના પ્રતિ 10 ગ્રામે બંધ રહ્યું હતું. આ ઉપરાંત દિલ્હીમાં શુક્રવારે એક કિલો ચાંદીના ભાવમાં 16 રૂપિયાનો નજીવો ઘટાડો થતાં ચાંદીનો નવો ભાવ 62,734 રૂપિયા પ્રતિ ઔંસના સ્તરે બંધ રહી હતી. વૈશ્વિક બુલિયન માર્કેટમાં શુક્રવારે સત્રના છેલ્લા દિવસે સોનાનો ભાવ 1826 ડોલર પ્રતિ ઔસના ભાવે રહ્યું હતું. આ ઉપરાંત ચાંદીના ભાવ 23.92 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ બંધ રહી હતી.