વેપારઃ બુધવારે સોના-ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે પણ આટલા રૂપિયાનો વધારો નોંધાયો

અટલ સમાચાર, ડેસ્ક દિલ્હીના બુલિયન માર્કેટમાં મંગળવારે સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી. મજબૂત વૈશ્વિક વલણ અને રૂપિયામાં ઘટાડાના કારણે સોનું 514 રૂપિયાની તેજી સાથે 48,847 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું. HDFC સિક્યુરિટીઝ તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ ચાંદીના ભાવમાં પણ 1,046 રૂપિયાની તેજીની સાથે 63,612 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયું
 
વેપારઃ બુધવારે સોના-ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે પણ આટલા રૂપિયાનો વધારો નોંધાયો

અટલ સમાચાર, ડેસ્ક

દિલ્હીના બુલિયન માર્કેટમાં મંગળવારે સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી. મજબૂત વૈશ્વિક વલણ અને રૂપિયામાં ઘટાડાના કારણે સોનું 514 રૂપિયાની તેજી સાથે 48,847 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું. HDFC સિક્યુરિટીઝ તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ ચાંદીના ભાવમાં પણ 1,046 રૂપિયાની તેજીની સાથે 63,612 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયું હતું.

 

બુધવારે સોના-ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે તેજી જોવા મળી. સોનું મલ્ટી કમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે સવારે 10 વાગ્યે લગભગ 107 રૂપિયાની તેજી સાથે 49,550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહ્યું હતું. બીજી તરફ ચાંદી 324 રૂપિયાની તેજી સાથે 65,177 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર હતી. નોંધનીય છે કે કાલે સોનું 49,443 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર બંધ થયું હતું અને આજે ઓપનિંગ 49,566 રૂપિયા પર થયું છે. (પ્રતીકાત્મક તસવીર)

MCX પર ફેબ્રુઆરી સોના વાયદો 0.26 ટકા વધીને 49,571 પર પહોંચી ગયો છે. જ્યારે ચાંદો વાયદો 0.6 ટકા વધીને 65,230 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો. ગત સત્રમાં સોનું 530 કે 1.1 ટકા પ્રતિ 10 ગ્રામ ઉછળી ગયું હતું જ્યારે ચાંદી પ્રતિ કિલોગ્રામ 2 ટકા વધી હતી.