ઇજાગ્રસ્ત હોવાથી દોહામાં યોજાનાર સ્પર્ધામાં ભાગ નહિ લે “ગોલ્ડન ગર્લ” સરિતા

અટલ સમાચાર, ડેસ્ક દક્ષિણ ગુજરાત સહિત દેશને વિશ્વ ફલક ઉપર ગૌરવ અપાવનાર ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડની ઝંઝાવાતી દોડને રોક લાગી છે. આગામી સમયમાં દોહા ખાતે યોજાનારી આંતરાષ્ટ્રીય સ્પર્ધામાં સરિતા ભાગ નહીં લઈ શકે. થોડા સમયમાં યૂરોપના દેશ પોલેન્ડમાં તાલિમ દરમિયાન સરિતાના પગમાં ઇજા પહોંચી હતી. ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડે નવસારી ખાતે પગની શસ્ત્રક્રિયા કરાવી છે.
 
ઇજાગ્રસ્ત હોવાથી દોહામાં યોજાનાર સ્પર્ધામાં ભાગ નહિ લે “ગોલ્ડન ગર્લ” સરિતા

અટલ સમાચાર, ડેસ્ક

દક્ષિણ ગુજરાત સહિત દેશને વિશ્વ ફલક ઉપર ગૌરવ અપાવનાર ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડની ઝંઝાવાતી દોડને રોક લાગી છે. આગામી સમયમાં દોહા ખાતે યોજાનારી આંતરાષ્ટ્રીય સ્પર્ધામાં સરિતા ભાગ નહીં લઈ શકે. થોડા સમયમાં યૂરોપના દેશ પોલેન્ડમાં તાલિમ દરમિયાન સરિતાના પગમાં ઇજા પહોંચી હતી.

ઇજાગ્રસ્ત હોવાથી દોહામાં યોજાનાર સ્પર્ધામાં ભાગ નહિ લે “ગોલ્ડન ગર્લ” સરિતા
File Photo

ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડે નવસારી ખાતે પગની શસ્ત્રક્રિયા કરાવી છે. તબીબોએ સરિતાને થોડો સમય આરામ કરવાની સલાહ આપી છે. લાંબા સમયથી સરિતાના પગમાં એક નાનકડી ગાંઠ હતી જેને આજે શસ્ત્રક્રિયા કરી દૂર કરવામાં આવી છે.

ઇજાગ્રસ્ત હોવાથી દોહામાં યોજાનાર સ્પર્ધામાં ભાગ નહિ લે “ગોલ્ડન ગર્લ” સરિતા

સરિતાએ જણાવ્યું હતું કે દોડવીરોને તાલિમ દરમિયાન કે રમત રમતાં આ પ્રકારની નાની મોટી ઇજાઓ પહોંચતી હોય છે જોકે તેનાથી મારી રમતને કોઈ અસર પહોંચશે નહીં. આ ઇજાના કારણે તબીબોએ આરામ કરવાનું સૂચવ્યું હોવાથી સરિતા આગામી 28મી સપ્ટેમ્બરથી દોહામાં યોજાનારી આંતરાષ્ટ્રીય સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ છે.

ઇજાગ્રસ્ત હોવાથી દોહામાં યોજાનાર સ્પર્ધામાં ભાગ નહિ લે “ગોલ્ડન ગર્લ” સરિતા

સરિતાએ જણાવ્યું હતું કે ‘પોલેન્ડમાં તાલિમ દરમિયાન ઇજા પહોંચી હતી ત્યારે મેં ધ્યાન આપ્યું નહોતું. લખનૌમાં યોજાયેલી રાષ્ટ્રીય સ્પર્ધામાં 300 મીટરની દોડ બાદ દર્દ થતાં મેં સ્પર્ધા છોડી દીધી હતી. તબીબોએ સલાહ આપી કે આરામ કરો અને ઇજાની સારવાર કરાવો. આ સ્પર્ધા ઑલિમ્પિક બાદ સૌથી મોટી છે તેથી તેમાં ભાગ ન લેવાનું દુ:ખ છે પરંતુ હું હતાશ નથી. રમતવીરો આ પ્રકારની સમસ્યાઓમાંથી પસાર થતાં હોય છે તેથી આગામી સમયમાં હું મેદાને પરત ફરીશ.’

ઇજાગ્રસ્ત હોવાથી દોહામાં યોજાનાર સ્પર્ધામાં ભાગ નહિ લે “ગોલ્ડન ગર્લ” સરિતા