મહેસાણા આર.ટી.ઓ દ્રારા ગોલ્ડન/સિલ્વર/ચોઇસ નંબરની હરાજી ઓનલાઇન કરવામાં આવશે

અટલ સમાચાર.મહેસાણા મહેસાણાની આરટીઓ કચેરી દ્વારા ગોલ્ડન, સિલ્વર, ચોઇસ નંબરની ઓનલાઇન હરાજી કરવામાં આવશે. GJ02DK 01 થી ૯૯૯૯ સુધીના નંબરોની નવી સીરીઝ શરૂ કરવામાં આવનાર છે. વાહનચાલકોને પોતાનો પસંદગીનો નંબર મળી રહે તે માટે આરટીઓ દ્વારા પ્રક્રિયા કરાતી હોય છે. ટુ વ્હીલર વાહનો માટે ૧૭ જુલાઇ ૨૦૨૦ થી GJ02DK 01 થી ૯૯૯૯ સુધીના નંબરોની નવી
 
મહેસાણા આર.ટી.ઓ દ્રારા ગોલ્ડન/સિલ્વર/ચોઇસ નંબરની હરાજી ઓનલાઇન કરવામાં આવશે

અટલ સમાચાર.મહેસાણા

મહેસાણાની આરટીઓ કચેરી દ્વારા ગોલ્ડન, સિલ્વર, ચોઇસ નંબરની ઓનલાઇન હરાજી કરવામાં આવશે. GJ02DK 01 થી ૯૯૯૯ સુધીના નંબરોની નવી સીરીઝ શરૂ કરવામાં આવનાર છે. વાહનચાલકોને પોતાનો પસંદગીનો નંબર મળી રહે તે માટે આરટીઓ દ્વારા પ્રક્રિયા કરાતી હોય છે.  ટુ વ્હીલર વાહનો માટે ૧૭ જુલાઇ ૨૦૨૦ થી GJ02DK 01 થી ૯૯૯૯ સુધીના નંબરોની નવી સીરીઝ શરૂ કરવામાં આવનાર છે. પસંદગીના નંબર લેવા ઇચ્છુક વાહન માલિકોએ ૦૯ જુલાઇ ૨૦૨૦ થી ૧૩ જુલાઇ ૨૦૨૦ સુધીમાં અરજી કરવાની રહેશે. પસંદગી નંબરનો ઓકશનમાં લાભ લેવા ઇચ્છતા વાહન માલિકોએ નવી પધ્ધતિ અનુસાર વાહન ખરીદી કર્યાની તારીખથી સાત દિવસમાં વાહનનું રજીસ્ટ્રેશન કરાવી અરજી કરવાની રહેશે.

પ્રતિકાત્મક તસવીર