ગોલમાલ@પાટણ: બદલી કેમ્પમાં જગ્યાની છુપાછુપી કરી મનપસંદ તાલુકામાં લાવ્યા, ભ્રષ્ટાચારનો રસપ્રદ કિસ્સો

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી પાટણ જિલ્લામાં ગેરરીતિ હેઠળ થયેલી શિક્ષકોની બદલીની સંખ્યા માત્ર 80 નથી. ગોલમાલ કરી છુપાછુપી ખેલીને મનપસંદ તાલુકા આપ્યાની વિગતો બહાર આવી રહી છે. જેનાથી ભ્રષ્ટાચારથી કરેલા હુકમોની સંખ્યા 100 ને પાર જાય તેવી શક્યતા છે. બદલી કેમ્પમાં ગણિત વિજ્ઞાનની જગ્યા છુપાવી શિક્ષકને તાલુકા ફેર શાળા આપી હતી. જ્યારે બીજી
 
ગોલમાલ@પાટણ: બદલી કેમ્પમાં જગ્યાની છુપાછુપી કરી મનપસંદ તાલુકામાં લાવ્યા, ભ્રષ્ટાચારનો રસપ્રદ કિસ્સો

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

પાટણ જિલ્લામાં ગેરરીતિ હેઠળ થયેલી શિક્ષકોની બદલીની સંખ્યા માત્ર 80 નથી. ગોલમાલ કરી છુપાછુપી ખેલીને મનપસંદ તાલુકા આપ્યાની વિગતો બહાર આવી રહી છે. જેનાથી ભ્રષ્ટાચારથી કરેલા હુકમોની સંખ્યા 100 ને પાર જાય તેવી શક્યતા છે. બદલી કેમ્પમાં ગણિત વિજ્ઞાનની જગ્યા છુપાવી શિક્ષકને તાલુકા ફેર શાળા આપી હતી. જ્યારે બીજી તરફ કેમ્પના જ દિવસે મોડી સાંજે ગણિત વિજ્ઞાનની જગ્યા ઉપલબ્ધ હોવાનું બતાવી રાધનપુરથી એક શિક્ષિકાને હારિજ તાલુકામાં લાવી દેવામાં આવ્યા છે. આટલું જ નહિ આ શિક્ષિકાને આધારે તેમના પતિને પણ હારિજ તાલુકાની શાળામાં બદલીનો માર્ગ મોકળો કરી આપ્યો છે. આવી સ્થિતિમાં કુલ 3 બદલીના હુકમો ચોંકાવનારા બનતાં કથિત કૌભાંડનું ચિત્ર પણ મોટું બનતું જાય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરી અને નિયામક કચેરી દ્વારા અત્યાર સુધીની તપાસને અંતે સરેરાશ 80 શિક્ષકોની બદલી રદ્દ કરાઇ છે. હવે રદ્દ થવા પાત્ર કેસ ન હોવાનું ઈન્ચાર્જ ડીપીઇઓ બિપીન પટેલે જણાવી તપાસ પૂર્ણ જાહેર કરી છે. જોકે ગેરરીતિ હેઠળ બદલીની સંખ્યા 100 ઉપર હોઇ શકે તેવી પ્રબળ શક્યતા ધ્યાને આવતાં હડકંપ મચી ગયો છે. ગત નવેમ્બર 2020 માં થયેલા બદલી કેમ્પમાં હારિજ તાલુકાની એક શાળામાં ગણિત વિજ્ઞાનની જગ્યા ન હોવાનું બતાવી હારિજ તાલુકાની જ એક શાળાનાં શિક્ષકને પાટણ તાલુકામાં લાવી દેવામાં આવ્યા હતા. જ્યારે કેમ્પના જ દિવસે મોડી સાંજે હારિજ તાલુકાની જે શાળામાં ગણિત વિજ્ઞાનની જગ્યા છુપાવી હતી તેમાં જગ્યા હોવાનું બતાવી રાધનપુરથી એક શિક્ષિકાને તે જ શાળામાં લાવી દેવામાં આવ્યા છે. એટલે કે કેમ્પના દિવસે સવારે જગ્યા નહોતી અને અચાનક સાંજે જગ્યા હોવાનું જાહેર કરી તાલુકા ફેરમાં મોટું સેટિંગ્સ પાડ્યું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, રાધનપુરથી જે શિક્ષિકાને હારિજ બદલી કરી આપ્યા બાદ તેમના પતિને પણ બદલી મળી છે. જગ્યાની છુપાછુપીની રમતમાં અધિકારીઓએ શિક્ષિકાને હારિજ બદલી કરી આપીને દંપતિનો આધાર લઈ તેમના પતિને પણ હારિજ તાલુકાની શાળામાં લાવી દીધા છે. આથી એકસાથે ત્રણ બદલી કથિત કૌભાંડની રડાર હેઠળ આવી છે. સમગ્ર મામલે શિક્ષકને પૂછતાં જણાવ્યું હતું કે, કેમ્પમાં ગણિત વિજ્ઞાનની જગ્યા નહોતી. જ્યારે રાધનપુરથી હારિજ આવેલા શિક્ષિકાને પૂછતાં જણાવ્યું હતું કે, ગણિત વિજ્ઞાનની જગ્યા ઉપલબ્ધ હતી. આવી ગોલમાલમા કૌભાંડના સૂત્રધારો શું ગાંધીનગર સુધી પહોંચેલાં હશે? તેવા સવાલો પ્રામાણિક રીતે વર્ષોથી બદલીની રાહ જોતા શિક્ષકોને સતાવી રહ્યા છે.