ખુશખબરઃ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનામાં આ તારીખે ખેડૂતોને 10મા હપ્તાની રકમ મળશે

અટલ સમાચાર, ડેસ્ક ખેડૂતો માટે ખુશખબર આવી રહ્યા છે. જો તમે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો આપને ટૂંક સમયમાં ખુશખબર મળી શકે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, પીએમ કિસાન યોજના હેઠળ 10મો હપ્તો આપવાની તારીખ નક્કી થઈ ગઈ છે. હપ્તો ટ્રાન્સફર કરવા માટે તમામ જરૂરી વ્યવસ્થા કરી દેવામાં આવી છે. અત્યાર સુધી કેન્દ્રએ
 
ખુશખબરઃ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનામાં આ તારીખે ખેડૂતોને 10મા હપ્તાની રકમ મળશે

અટલ સમાચાર, ડેસ્ક

ખેડૂતો માટે ખુશખબર આવી રહ્યા છે. જો તમે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો આપને ટૂંક સમયમાં ખુશખબર મળી શકે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, પીએમ કિસાન યોજના હેઠળ 10મો હપ્તો આપવાની તારીખ નક્કી થઈ ગઈ છે. હપ્તો ટ્રાન્સફર કરવા માટે તમામ જરૂરી વ્યવસ્થા કરી દેવામાં આવી છે.

અત્યા સુધી કેન્દ્રએ ભારતમાં 11.37 કરોડ ખેડૂતોને 1.58 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. કેન્દ્ર સરકાર 15 ડિસેમ્બર 2021 સુધી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 10મો હપ્તો આપવાની યોજના બનાવી રહી છે. સરકારે ગયા વર્ષે 25 ડિસેમ્બર 2020ના રોજ ખેડૂતોને નાણા ટ્રાન્સફર કર્યા હતા.પીએમ કિસાન યોજના હેઠળ દેશભરના કરોડો ખેડૂતોને 6 હજાર રૂપિયા વાર્ષિક મળે છે. સરકાર આ રકમ ખેડૂતોના ખાતામાં ઓનલાઇન ટ્રાન્સફર કરે છે. જો તમે પણ ખેડૂત છો પરંતુ આ યોજનાનો ફાયદો નથી ઉઠાવી રહ્યા તો પરેશાન થવાની જરુર નથી. તમે પણ પીએમ કિસાન સન્માન નિધિમાં પોતાનું નામ રજિસ્ટર કરી શકો છો, જેથી તમે સરકારની સ્કીમનો ફાયદો ઉઠાવી શકો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જે ખેડૂતોને પીએમ કિસાનનો છેલ્લો હપ્તો નથી મળ્યો તેમને હવે આગામી હપ્તાની સાથે અગાઉની બાકી રકમ પણ મળી જશે. એટલે કે ખેડૂતોને 4000 રૂપિયા તેમના ખાતામાં ટ્રાન્સફર થશે. જોકે, આ સુવિધા તેમને જ મળી શકે છે જેમણે 30 સપ્ટેમ્બર પહેલા રજિસ્ટ્રેશન કરાવ્યું છે. હવે જો આપની અરજી સ્વીકારવામાં આવી છે તો આપના રૂપિયા ઓક્ટોબર મહિનામાં 2000 અને બીજો 2000 રૂપિયાનો હપ્તો ડિસેમ્બરમાં મળી જશે.

આ યોજનાનો 18થી 40 વર્ષના કોઈ પણ ખેડૂત લાભ લઈ શકે છે. તેમાં ખેડૂતની પાસે મહત્તમ 2 હેક્ટર ખેતીલાયક જમીન હોવી જોઈએ. યોજના હેઠળ ઓછામાં ઓછા 20 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ સુધી 55 રૂપિયાથી 200 રૂપિયા સુધી માસિક નાણા આપવાના હોય છે. તે ખેડૂતના ઉંમરના હિસાબથી નક્કી થાય છે.