ખુશખબરઃ સોનું-ચાંદી થયું સસ્તુ કેટલે પહોંચ્યા તોલાના ભાવ, જાણો વધુ

અટલ સમાચાર, ડેસ્ક સોના ચાંદી ખરીદનારા લોકો માટે વર્ષ 2020નો પ્રથમ દિવસ ખુશખબરી લઈને આવ્યો છે. રૂપિયામાં મજબૂતીના કારણે વર્ષના પ્રથમ દિવસે એટલે કે, 1 જાન્યુઆરીએ સોનાની કિંમતોમાં મોટો ઘટાડો નોંધાયો છે. બુધવારે દિલ્હીના સર્રાફા બજારમાં 10 ગ્રામ સોનાનો ભાવ 131 રૂપિયા ઘટ્યો છે. સોનાની જેમ જ ચાંદીમાં પણ ઘટાડો રહ્યો. એક કિલોગ્રામ ચાંદીનો ભાવ
 
ખુશખબરઃ સોનું-ચાંદી થયું સસ્તુ કેટલે પહોંચ્યા તોલાના ભાવ, જાણો વધુ

અટલ સમાચાર, ડેસ્ક

સોના ચાંદી ખરીદનારા લોકો માટે વર્ષ 2020નો પ્રથમ દિવસ ખુશખબરી લઈને આવ્યો છે. રૂપિયામાં મજબૂતીના કારણે વર્ષના પ્રથમ દિવસે એટલે કે, 1 જાન્યુઆરીએ સોનાની કિંમતોમાં મોટો ઘટાડો નોંધાયો છે. બુધવારે દિલ્હીના સર્રાફા બજારમાં 10 ગ્રામ સોનાનો ભાવ 131 રૂપિયા ઘટ્યો છે. સોનાની જેમ જ ચાંદીમાં પણ ઘટાડો રહ્યો. એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 590 રૂપિયા ઘટી ગયો છે. 31 ડિસેમ્બર 2019ના રોજ 10 ગ્રામ સોનાનો ભાવ 256 રૂપિયા અને એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 194 રૂપિયા વધ્યો હતો.

સોનાની નવી કિંમત – બુધવારે સર્રાફા બજારમાં 39,949 રૂપિયાથી ઘટીને 39,818 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 48,245 રૂપિયાથી ઘટી 47,655 રૂપિયા થઈ ગયો છે. સોના ચાંદીના ભાવ ઘટવાનું કારણ – એચડીએફસી સિક્યોરિટી સિનિયર એનાલિસ્ટ (કોમોડિટિજ) તપન પટેલે જણાવ્યું કે, નવા વર્ષમાં ડોલરના મુકાબલે રૂપિયાની મજબુત શરૂઆત થઈ. ડોલરના મુકાબલે રૂપિયો આજે 6 પૈસા મજબૂત થયો. રૂપિયામાં મજબુતાઈના કારણે સોનાનો ભાવ નબળો રહ્યો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

તેમણે કહ્યું કે, નવા વર્ષની રજાના કારણે ગ્લોબલ માર્કેટ ટ્રેડિંગના અભાવમાં સોનાની કિંમતોમાં નફાવસૂલી જોવામાં આવી. સોનાની શુદ્ધતા માપવા માટે સૌથી મહત્વની રીત કેરેટ હોય છે. પરંતુ ધ્યાન રાખો કે સોનાની કોઈ પણ જ્વેલરી 24 કેરેટમાં નથી બની શકતી કેમ કે, 24 કેરેટ સોનું ઘણુ સખત હોય છે, જેથી તેને ઓગાળ્યા વગર ઘરેણાં બનાવવા ખુબ મુશ્કેલ પડે છે. મોટાભાગની ગોલ્ડ જ્વેલરી 22 કેરેટની જ બને છે.