સરકારી નોકરીઃ 12 પાસ યુવાનો માટે વાયુ સેનામાં જોડાવવાની ઉત્તમ તક

અટલ સમાચાર, ડેસ્ક વાયુસેનામાં જોડાવવા માટે ઉમેદવારને ગણિત, ભૌતિકશાસ્ત્ર અને અંગ્રેજી વિષયો સાથે 10+12 સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. ઉમેદવાર માન્ય શૈક્ષણિક બોર્ડ સાથે 50% સાથે ઉર્તિન હોવો જોઈએ. ઉમેદવારનો જન્મ 16 જાન્યુઆરી 2001 થી 29 ડિસેમ્બર 2004 સુધી હોવો જોઈએ. SC અને ST ઉમેદવાર માટે 5 વર્ષ ની ઉંમર ની છૂટ આપવામાં આવી.
 
સરકારી નોકરીઃ 12 પાસ યુવાનો માટે વાયુ સેનામાં જોડાવવાની ઉત્તમ તક

અટલ સમાચાર, ડેસ્ક

વાયુસેનામાં જોડાવવા માટે ઉમેદવારને ગણિત, ભૌતિકશાસ્ત્ર અને અંગ્રેજી વિષયો સાથે 10+12 સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. ઉમેદવાર માન્ય શૈક્ષણિક બોર્ડ સાથે 50% સાથે ઉર્તિન હોવો જોઈએ. ઉમેદવારનો જન્મ 16 જાન્યુઆરી 2001 થી 29 ડિસેમ્બર 2004 સુધી હોવો જોઈએ. SC અને ST ઉમેદવાર માટે 5 વર્ષ ની ઉંમર ની છૂટ આપવામાં આવી. OBC ઉમેરવાર માટે 3 વર્ષ ની છૂટ આપવામાં આવશે. ઉમેદવાર ની પસંદગી પ્રક્રિયા લેખિત પરીક્ષા લેવામાં આવશે અને 100 માર્ક ની પરીક્ષા માંથી 50% થી વધુ ગુણ લાવવાના રહેશે. ઉમેદવાર ને અરજી કરવા આ સાઈટ https://indianairforce.nic.in/ પરથી અરજી કરી શકશે.

મહિલા અને પુરૂષો બન્ને તે અરજી કરી શકશે. અરજી કરવા માટે પ્રક્રિયા 22 જાન્યુઆરી 2021 થી શરૂ થઈ છે આ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 7 ફેબ્રુઆરી સુધી ઉમેદવાર અરજી કરી શકશે.પગાર ધોરણ વાયુસેનામાં ગ્રુપ X અને Y માટે રૂ. 26,900 અને દર મહિને રૂ .3,100નું ભથ્થુ આપવામા આવશે. વ્યક્તિની કારકિર્દીની પ્રગતિ અનુસાર વધી શકે છે. ઓપન અને OBC ના ઉમેદવાર માટે 250 રૂપિયા ભરવાના રહશે. SC અને ST ઉમેદવાર માટે કોઈ પણ પ્રકાર ની ફી ભરવાની રહેશે નહીં. ઉમેદવાર ને ફી ઓનલાઈન ભરવાની રહેશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉમેદવાર ભરતીમાં જોડાવવા માટેની પ્રાથમિક પરીક્ષા 18 એપ્રિલથી 22 એપ્રિલ 2021 સુધી આપવાની રહેશે. ઉમેદવાર ને એક વાર ફી ચુકવણી પછી પછી ફી ને પાછી આપવામાં આવશે નહીં.