સરકારી નોકરીઃ સેનાના ટ્રેનિંગ હેડક્વાર્ટરમાં ક્લાર્ક અને MTS પદો પર ભરતી

અટલ સમાચાર, ડેસ્ક ભારતીય સેનાના શિમલા ટ્રેનિંગ કમાન્ડ શિમલા હેડક્વાર્ટરે લોઅર ડિવિઝન ક્લર્ક અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફના પદો પર ભરતી પ્રક્રિયા હાથ ધરી છે. આ ભરતી માટે અરજી ઓફલાઇન કરવાની છે. અરજી કરવાની છેલ્લી તારીખ 23 ઓક્ટોબર 2021 છે. નોટિફિકેશન મુજબ, ક્લર્ક પદ માટે ઓછામાં ઓછું ધોરણ-12 (12th Pass) હોવું જરૂરી છે. જ્યારે MTS પદ
 
સરકારી નોકરીઃ સેનાના ટ્રેનિંગ હેડક્વાર્ટરમાં ક્લાર્ક અને MTS પદો પર ભરતી

અટલ સમાચાર, ડેસ્ક

ભારતીય સેનાના શિમલા ટ્રેનિંગ કમાન્ડ શિમલા હેડક્વાર્ટરે લોઅર ડિવિઝન ક્લર્ક અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફના પદો પર ભરતી પ્રક્રિયા હાથ ધરી છે. આ ભરતી માટે અરજી ઓફલાઇન કરવાની છે. અરજી કરવાની છેલ્લી તારીખ 23 ઓક્ટોબર 2021 છે. નોટિફિકેશન મુજબ, ક્લર્ક પદ માટે ઓછામાં ઓછું ધોરણ-12 (12th Pass) હોવું જરૂરી છે. જ્યારે MTS પદ માટે ધોરણ-10 પાસ (10th Pass) યોગ્યતા માંગવામાં આવી છે.

બંને પદો માટે ઉંમર 18થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને નિયમમુજબ મહત્તમ ઉંમર મર્યાદામાં છૂટ મળશે. ક્લર્ક અને એમટીએસ પદો પર યોગ્ય ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા તથા સ્કિલ ટેસ્ટના માધ્યમથી કરવામાં આવશે.એસ્ટાબ્લિશમેન્ટ ઓફિસર, એડમિનિસ્ટ્રેટિવ બ્રાન્ચ, હેડક્વાર્ટર, એઆરટીઆરએસી, શિમલા-171003 (હિમાચલ પ્રદેશ). અરજી સામાન્ય પોસ્ટ કે સ્પીડપોસ્ટના માધ્યમથી મોકલવાની રહેશે. હાથોહાથ જમા નહીં કરી શકાય.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભરતી પરીક્ષાનું શું હશે પેટર્ન?

લેખિત પરીક્ષા જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રીજનિંગ અને ન્યૂમેરિકલ એપ્ટીટ્યૂડથી 25-25 પ્રશ્ન
જનરલ ઇંગ્લિશ અને જનરલ અવેરનેસથી 50-50 પ્રશ્ન. ડિસ્ક્રિપ્ટિવ ટેસ્ટ નિબંધ લેખન (200-250 શબ્દ) અને લેટર/એપ્લીકેશન લેખન (150-200 શબ્દ)થી 25 પ્રશ્ન . સ્કિલ ટેસ્ટ – કોમ્યુપ્ટર પર અંગ્રેજીમાં 35 શબ્દ પ્રતિ મિનિટ અને હિન્દીમાં 30 શબ્દ પ્રતિ મિનિટની ટાઇપિંગ સ્પીડ હોવી જરુરી છે. લેખિત પરીક્ષા અને ડિસ્ક્રિપ્ટિવ ટેસ્ટ LDC અને MTS બંને પદો માટે હશે. MTSનું પેપર સ્તર ધોરણ-10 મુજબ હશે. જ્યારે સ્કિલ ટેસ્ટ માત્ર ક્લર્ક માટે હશે. લોઅર ડિવીઝન ક્લર્ક (LDC)- દર મહિને 19990- 63200/-
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS)- દર મહિને 18000-56900/-