ગોઝારો@સુરેન્દ્રનગરઃ ટ્રીપલ અકસ્માત થતાં 1નું મોત 3ની હાલત ગંભીર

અટલ સમાચાર, ડેસ્ક સુરેન્દ્રનગર વઢવાણ રોડ ઉપર ટ્રીપલ અકસ્માતની ગોઝારી ઘટના ઘટી છે. આ ભયંકર અકસ્માતમાં એકનું મોત થયુ છે અને 3ની હાલત અત્યંત ગંભીર છે. સુરેન્દ્રનગરના વઢવાણ રોડ પર અકસ્માતની ઘટના બની છે. માર્કેટિંગ યાર્ડ પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. ડમ્પર અને બે બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. અક્સમાત થતા એક બાઈક સવારનું ઘટનાસ્થળે
 
ગોઝારો@સુરેન્દ્રનગરઃ ટ્રીપલ અકસ્માત થતાં 1નું મોત 3ની હાલત ગંભીર

અટલ સમાચાર, ડેસ્ક

સુરેન્દ્રનગર વઢવાણ રોડ ઉપર ટ્રીપલ અકસ્માતની ગોઝારી ઘટના ઘટી છે. આ ભયંકર અકસ્માતમાં એકનું મોત થયુ છે અને 3ની હાલત અત્યંત ગંભીર છે. સુરેન્દ્રનગરના વઢવાણ રોડ પર અકસ્માતની ઘટના બની છે. માર્કેટિંગ યાર્ડ પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. ડમ્પર અને બે બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. અક્સમાત થતા એક બાઈક સવારનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અન્ય 3 જણા ગંભીર રીતે ઘાયલ થયા હતા જેમને તુંરત જ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા. અકસ્માત સર્જાતા આજુબાજુના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતા ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.