ગોજારો@અકસ્માતઃ ટેન્કર અને ટ્રેક્ટર વચ્ચે ભારે ટક્કર થતાં, 5નાં મોત

અટલ સમાચાર, ડેસ્ક દિન પ્રતિદિન અકસ્માતની ઘટનામાં વધારો થઇ રહ્યો છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના દાહોદથી સામે આવી છે. જ્યાં ટેન્કર અને ટ્રેક્ટર વચ્ચે ભારેખમ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 5 લોકોના મોત નીપજ્યાં હતા, જ્યારે 10 જેટલા લોકો ઘાયલ થયા હતા. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો દાહોદ નજીક મુવાલીયા ક્રોસિંગ
 
ગોજારો@અકસ્માતઃ ટેન્કર અને ટ્રેક્ટર વચ્ચે ભારે ટક્કર થતાં, 5નાં મોત

અટલ સમાચાર, ડેસ્ક

દિન પ્રતિદિન અકસ્માતની ઘટનામાં વધારો થઇ રહ્યો છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના દાહોદથી સામે આવી છે. જ્યાં ટેન્કર અને ટ્રેક્ટર વચ્ચે ભારેખમ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 5 લોકોના મોત નીપજ્યાં હતા, જ્યારે 10 જેટલા લોકો ઘાયલ થયા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દાહોદ નજીક મુવાલીયા ક્રોસિંગ પાસે ટેન્કર અને ટ્રેક્ટર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ગોઝારો હતો કે ઘટના સ્થળે જ 5 લોકોના મોત નીપજ્યાં હતા.જ્યારે 10 થી વધુ લોકો ઇજાગ્રસ્ત છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી, અને તપાસ હાથ ધરી હતી.

સુત્રોએ જણાવ્યું હતુ કે, આ ટ્રેક્ટરમાં સવાર થયેલ મજૂરો બાંધકામમાં કામ કરતા હતા. જેમને ટ્રેક્ટર પોતાના ગામમાં પરત મુકવા જતું હતું આ દરમિયાન આ દુર્ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. મૃતકોના પરિવારને જાણ થતાં તેમના માથે જાણે આભ ફાટી પડ્યું હોય તેવી દુખઃદ ઘટના ટળી હતી. અને પોલીસે વધુ તપાસની કાર્યવાહી હાથ ધરી છે.