ગુજરાતઃ આ જીલ્લામાંથી 1100 કિલો નકલી ઘીનો જથ્થો ઝડપાયો

અટલ સમાચાર, ડેસ્ક ભુજની જથ્થાબંધ બજારમાં આવેલી પેઢીમાં બી ડિવિઝન પોલીસે છાપો મારી લાખ્ખો રૂપિયાની કિંમતના નકલી ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. આ ઘટનાની જાણ થતાં ખાદ્ય ચીજ વસ્તુઓમાં ભેળસેળ કરનારા તત્વોમાં દોડધામ મચી જવા પામી હતી. નકલી ઘીના કારોબારમાં આરોપીઓ અમુલ અને ગોવર્ધન જેવી બ્રાન્ડેડ કંપનીઓના લોગોનો ઉપયોગ કરતાં હતા. પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો
 
ગુજરાતઃ આ જીલ્લામાંથી 1100 કિલો નકલી ઘીનો જથ્થો ઝડપાયો

અટલ સમાચાર, ડેસ્ક

ભુજની જથ્થાબંધ બજારમાં આવેલી પેઢીમાં બી ડિવિઝન પોલીસે છાપો મારી લાખ્ખો રૂપિયાની કિંમતના નકલી ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. આ ઘટનાની જાણ થતાં ખાદ્ય ચીજ વસ્તુઓમાં ભેળસેળ કરનારા તત્વોમાં દોડધામ મચી જવા પામી હતી. નકલી ઘીના કારોબારમાં આરોપીઓ અમુલ અને ગોવર્ધન જેવી બ્રાન્ડેડ કંપનીઓના લોગોનો ઉપયોગ કરતાં હતા.

પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર અમૂલ અને ગોવર્ધન જેવી મોટી બ્રાન્ડેડ કંપનીઓના લોગોનો ઉપયોગ કરી ઘીનું સસ્તા દામે વેચાણ કરાતું હતું. પોલીસે વેપારી પેઢીમાંથી 1100 કિલોગ્રામ ઘીના 54 જેટલા ડબ્બા જપ્ત કર્યાં છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પોલીસ પૂછતાછમાં પ્રાથમિક તારણમાં નકલી ઘીનો કારોબાર કરતાં વેપારીએ પોતે અન્ય જિલ્લામાંથી આ નકલી ઘી લાવતો હોવાનું કબૂલ્યું હતું. આ ઘટના અંગે પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ એફએસએલને જાણ કરાઈ છે.