ગુજરાત: ચુંટણીના વાયદા પોકળ, ખેડૂતોને મળતી વીજળીમાં 2 કલાકનો કાપ

અટલ સમાચાર, અમદાવાદ લોકસભાની ચૂંટણીમાં ખેડૂતોના મત મેળવવા સરકાર ખેડૂતોને પાકવીમો, પાકના ઊંચા ભાવ અને 12 કલાક વીજળી આપવાનું વચન આપે છે, ખેડૂતો 12 કલાકની વીજળીની લાલચમાં આવીને મત આપી દે છે, પણ જેવી ચૂંટણી જાય એટલે તંત્ર દ્વારા ખેડૂતોને આપવામાં આવતી વીજળીમાં કાપ લાગવાનું શરૂ થઇ જાય. અત્યારે પણ ગુજરાતના ખેડૂતોની હાલત આ જ
 
ગુજરાત: ચુંટણીના વાયદા પોકળ, ખેડૂતોને મળતી વીજળીમાં 2 કલાકનો કાપ

અટલ સમાચાર, અમદાવાદ

લોકસભાની ચૂંટણીમાં ખેડૂતોના મત મેળવવા સરકાર ખેડૂતોને પાકવીમો, પાકના ઊંચા ભાવ અને 12 કલાક વીજળી આપવાનું વચન આપે છે, ખેડૂતો 12 કલાકની વીજળીની લાલચમાં આવીને મત આપી દે છે, પણ જેવી ચૂંટણી જાય એટલે તંત્ર દ્વારા ખેડૂતોને આપવામાં આવતી વીજળીમાં કાપ લાગવાનું શરૂ થઇ જાય. અત્યારે પણ ગુજરાતના ખેડૂતોની હાલત આ જ પ્રકારની છે. સરકાર દ્વારા લોકસભાની ચૂંટણી સમયે 12 કલાક વીજળી આપવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ ચૂંટણી પૂરી થયા પછી જે ખેડૂતોને 10 કલાક વીજળી આપવામાં આવતી હતી તે ખેડૂતોએ હવે તંત્ર દ્વારા 8 કલાક વીજળી આપવામાં આવી રહી છે.

ચાલુ વર્ષે ચોમાસું નિષ્ફળ જતા ગુજરાતમાં પાણીની અછતના કારણે ઘણા ખેડૂતો વાવેતર નથી કરી શક્યા અને બીજી તરફ ઓછી વીજળી મળવાના કારણે જે ખેડૂતો પાસે ટ્યુબવેલ અને બોરવેલની સુવિધા છે તે ખેડૂતો જમીનમાંથી પાણી કાઢી શકતા નથી. જેના કારણે તેમને ખેતી કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

આ સમગ્ર મામલે ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, એપ્રિલ મહિનાના બીજા અઠવાડિયાથી ખેડૂતોને દસ કલાક જેટલી વીજળી મળી રહેતી હતી. ચૂંટણી પૂરી થયા પછી તંત્ર દ્વારા ઓછી વીજળી આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. 11 મે પછી તો ખેડૂતોને આઠ કલાક જ વીજળી આપવામાં આવી રહી છે.

એક તરફ સિંચાઈનો અભાવ છે, ખાતરમાં પણ ખેડૂતો સાથે છેતરપિંડી થઈ રહી છે. બિયારણ પણ નકલી આવવા લાગ્યું છે, પાકના પુરા ભાવ મળતા નથી. આજે આવી અનેક સમસ્યાથી પીડાતા ખેડૂત માટે ખેતી કરવી મુશ્કેલ બની ગઈ છે. વીજળી અપૂરતી મળવાના કારણે ટ્યુબવેલમાંથી પાણી લઇને ખેતી કરતા ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે. ખેડૂતોને પડતી સમસ્યાના નિરાકરણ માટે તમામ ખેડૂતો એકઠા થઇને દસ કલાક વીજળી આપવાની માગ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના MDને કરશે.