ગુજરાતઃ લોકરક્ષકની ભરતીનો વિરોધ કરતાં 21 યુવાનોએ મુંડન કરાવ્યું

અટલ સમાચાર, ડેસ્ક ભાવનગરમાં લોકરક્ષકદળની ભરતી પ્રક્રિયાના નિયમોમાં ફેરફારને પગલે SC, ST અને OBC સમાજની મહિલાઓ 44 દિવસથી વિરોધ કરી રહી છે. તેમ છતાં કોઈ પણ પ્રકારના પગલા નહી લેવાતા આજે ભાવનગર ઓબીસી હક્ક અધિકાર જાગૃતિ અભિયાન દ્વારા અનોખો કાર્યક્રમો આપવામાં આવ્યો હતો. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો કેટલાક મહિલા ઉમેદવારોના વાલીઓએ
 
ગુજરાતઃ લોકરક્ષકની ભરતીનો વિરોધ કરતાં 21 યુવાનોએ મુંડન કરાવ્યું

અટલ સમાચાર, ડેસ્ક

ભાવનગરમાં લોકરક્ષકદળની ભરતી પ્રક્રિયાના નિયમોમાં ફેરફારને પગલે SC, ST અને OBC સમાજની મહિલાઓ 44 દિવસથી વિરોધ કરી રહી છે. તેમ છતાં કોઈ પણ પ્રકારના પગલા નહી લેવાતા આજે ભાવનગર ઓબીસી હક્ક અધિકાર જાગૃતિ અભિયાન દ્વારા અનોખો કાર્યક્રમો આપવામાં આવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કેટલાક મહિલા ઉમેદવારોના વાલીઓએ સરકારનું બારમું યોજ્યું અને માથે મૂંડન કરાવ્યું. વાલીઓની માગ છે કે તેમની દીકરીઓ સાથે થયેલા અન્યાય મુદ્દે સરકાર ગંભીર બને. ભાવનગર ઓબીસી હક્ક અધિકાર જાગૃતિ અભિયાન દ્વારા 21 યુવાનોએ મુંડન કરાવી અનોખી રીતે પોતાનો વિરોધ નોધાવ્યો છે. યુવાનોએ સરકારનું બારમું કરીને મૂંડનના વાળ સરકારને મોકલવામાં આવશે એમ પણ જણાવ્યું હતું.