ગુજરાત: જૂનાગઢ અને ગીર સોમનાથમાં 4ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો

અટલ સમાચાર,ડેસ્ક કોરોના વાયરસના કહેર વચ્ચે રાજ્યના બે જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. રાજ્યના જૂનાગઢ અને ગીરસોમનાથ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં બે વાર આંચકા અનુભવાતા લોકોમાં ડરનો માહોલ વ્યાપી ગયો છે. લોકોમાં એક બાજુ કોરોનાનો ડર તો બીજી બાજુ ભૂકંપનો ખોફ બેસી ગયો છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક
 
ગુજરાત: જૂનાગઢ અને ગીર સોમનાથમાં 4ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના વાયરસના કહેર વચ્ચે રાજ્યના બે જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. રાજ્યના જૂનાગઢ અને ગીરસોમનાથ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં બે વાર આંચકા અનુભવાતા લોકોમાં ડરનો માહોલ વ્યાપી ગયો છે. લોકોમાં એક બાજુ કોરોનાનો ડર તો બીજી બાજુ ભૂકંપનો ખોફ બેસી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જૂનાગઢ જિલ્લામાં છેલ્લી ૨૪ કલાકમાં ભૂકંપના બે આંચકા અનુભવાયા છે. ગત રાત્રીના 11:27 વાગ્યાની આસપાસના 2.7 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો જેનું એપી સેન્ટર માંગરોળ થી 32 કી.મી. દૂર અરબી સમુદ્રમાં નોંધાયું હતું, જ્યારે આજે શનિવારે બપોરે 3:36 વાગ્યે 4ની તિવ્રતાનો આંચકો અનુભવાયો હતો, જેનું એપી સેન્ટર દરિયામાં માંગરોળથી દરમિયામાં 44 કિમી નોંધાયું હતું.

આ દરમ્યાન ગીરસોમનાથ જિલ્લામાં પણ ભૂકંપનો હળવો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છે. લોકો હળવા લૉકડાઉન વચ્ચે ઘરોમાં હતા ત્યારે ગ્રાઉન્ડ ફ્લૉર પર રહેતા લોકોને ખાસ અનુભવ થયો નહોતો. જોકે, ઉંચી બિલ્ડીંગમાં વસતા પ્રથમ માળે રહેતા અને તેનાથી ઉપરના માળે રહેતા લોકોએ ભૂકંપનો અનુભવ થયો હતો. કેટલાક ઠેકાણે લોકો આંચકો આવતા રસ્તા પર દોડીઆવ્યા હતા. જોકે, આ આંચકાઓનું કેન્દ્રબિંદુ બંને વાર દરમિયામાં ઉદભવ્યું છે. આજે બપોરે અનુભવાયેલા આંચકાની તિવ્રતા ગઈકાલે રાત્રીમાં અનુભવાયેલા આંચકાથી વધારે નોંધાઈ છે.