આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં કોરોના કહેરને લઈ દિવસેને દિવસે કોરોના પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે.ગુજરાત આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી કોરોના વાયરસના લેટેસ્ટ આંકડા જણાવ્યા હતા. અમદાવાદ અને વડોદરા કોરોનાનું હોટસ્પોટ છે. અહીં સૌથી વધુ કેસ નોંધાયા છે. અમદાવાદમાં 16 કેસ, વડોદરામાં 6 કેસ અને આણંદમાં 1 કેસ પોઝિટિવ કેસ નોંધાયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદમાં કોરોના પોઝિટિવનો આંકડો 228 પર પહોંચ્યો છે. જ્યારે વડોદરામાં કુલ 101 કેસ નોંધાયા છે. સુરતમાં કુલ 28 કેસ નોંધાયા છે. રાજકોટમાં 18 કેસ, ભાવનગરમાં 23 કેસ, કચ્છમાં 4 કેસ, ગીર સોમનાથમાં 2 કેસ, પોરબંદરમાં 3 કેસ, પંચમહાલમાં 1 કેસ, પાટણમાં 14 કેસ, છટાઉદેપુર અને આંણદમાં 8-8 કેસ નોંધાયા છે. આમ ગુજરાતમાં કુલ કોરોના વાયરસના કારણે કુલ આંકડો 516 પર પહોંચ્યો છે. જયંતિ રવિએ આપેલી માહિતી પ્રમાણે કોરોનાના 4 લોકોને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. તો બીજી તરફ 444 દર્દીઓ સ્ટેબલ છે.

આ ઉપરાંત 44 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જો કે, કોરોના વાયરસના સંક્રમણથી રાજ્યમાં કુલ મૃત્યુઆંક 25 પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં કુલ 2012 ટેસ્ટ કર્યા કરવામાં આવ્યા છે. જેમાથી 48 કેસ પોઝિટિવ આવ્યા છે અને 1632 કેસ નેગેટીવ આવ્યા છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 11715 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંતી 516 લોકોના કેસ પોઝિટીવ આવ્યા છે. જ્યારે 10867 લોકોના ટેસ્ટ નેગેટીવ આવ્યા છે. ત્યારે કુલ 332 લોકોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવાનું હજુ બાકી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code