ગુજરાતઃ ધોરણ 12ના વિદ્યાર્થીએ નાપાસ થવાની બીકે આપઘાત કર્યો

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યમાં ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષા યોજાઈ રહી છે ત્યારે નવસારી જિલ્લામાંથી એક માઠા સમાચાર સામે આવ્યા છે. એક તરફ બોર્ડની પરીક્ષામાં શારીરિક ક્ષમતાઓને પડકારીને પરીક્ષાને હરાવનારા વિદ્યાર્થીઓ સામે આવી રહ્યા છે ત્યારે નવસારી જિલ્લામાંથી એક વિદ્યાર્થીએ અંતિમ પગલું ભર્યુ છે. નવસારીના વાંસદાનાં મોટી વાલઝર ગામના યુવાને 12 સાયન્સની બોર્ડની પરીક્ષામાં નાપાસ થવાની
 
ગુજરાતઃ ધોરણ 12ના વિદ્યાર્થીએ નાપાસ થવાની બીકે આપઘાત કર્યો

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષા યોજાઈ રહી છે ત્યારે નવસારી જિલ્લામાંથી એક માઠા સમાચાર સામે આવ્યા છે. એક તરફ બોર્ડની પરીક્ષામાં શારીરિક ક્ષમતાઓને પડકારીને પરીક્ષાને હરાવનારા વિદ્યાર્થીઓ સામે આવી રહ્યા છે ત્યારે નવસારી જિલ્લામાંથી એક વિદ્યાર્થીએ અંતિમ પગલું ભર્યુ છે. નવસારીના વાંસદાનાં મોટી વાલઝર ગામના યુવાને 12 સાયન્સની બોર્ડની પરીક્ષામાં નાપાસ થવાની બીકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નવસારી જિલ્લાના વાસંદા આદિવાસી વિસ્તારમાં મોટી વાલઝર ગામ આવેલું છે. આ ગામના એક આશાસ્પદ વિદ્યાર્થીનો તરકાણીના જંગલમાંથી ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પરિવારજનોનાં જણાવ્યા મુજબ આત્મહત્યા કરનાર વિદ્યાર્થી ધોરણ 12 સાયન્સની પરીક્ષા આપી રહ્યો હતો અને અગાઉ બે વાર નાપાસ થયો હતો. પરિવારને આશંકાછે કે વિદ્યાર્થીએ નાપાસ થવાની બીકે અંતિમ પગલું ભર્યુ હતું.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, વાંસદાના તરકાણીના જંગલમાંથી વિદ્યાર્થીની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાસ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ ઘટના અન્ય વિદ્યાર્થીઓને વિચલિત કરી શકે તેમ છે છતાં વિદ્યાર્થીઓને સીધો સંદેશ મળે કે આ પ્રકારનું પગલું ભરવું એ કોઈ સમસ્યાનું સમાધાન નથી તેથી આ અહેવાલ લોકો સુધી પહોંચવો જરૂરી છે.