ગુજરાત: આ જગ્યાએથી ઝડપાયુ વિદેશ મોકલવા માટે નકલી માર્કશીટનું કૌભાંડ

અટલ સમાચાર, ડેસ્ક વિદ્યાનગર બાકરોલ રોડ પર આવેલ ઇસ્કોન એજ્યુકેશન સંસ્થા જાણીતી અને પ્રસિદ્ધ યુનિવર્સીટી અને માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ તેમજ મહારાષ્ટ્ર શિક્ષણ બોર્ડનાં નકલી સર્ટિફિકેટ બનાવવાનો વેપલો કરતો હોવાની બાતમી વિદ્યાનગર પોલીસને મળી હતી. વિદ્યાનગર પોલીસે છાપો મારી નકલી સર્ટિફિકેટ અને લેપટોપ સહિતની ગેરકાયદેસર વસ્તુ જપ્ત કરી 4 શખ્સોની અટકાયત કરી છે.
 
ગુજરાત: આ જગ્યાએથી ઝડપાયુ વિદેશ મોકલવા માટે નકલી માર્કશીટનું કૌભાંડ

અટલ સમાચાર, ડેસ્ક

વિદ્યાનગર બાકરોલ રોડ પર આવેલ ઇસ્કોન એજ્યુકેશન સંસ્થા જાણીતી અને પ્રસિદ્ધ યુનિવર્સીટી અને માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ તેમજ મહારાષ્ટ્ર શિક્ષણ બોર્ડનાં નકલી સર્ટિફિકેટ બનાવવાનો વેપલો કરતો હોવાની બાતમી વિદ્યાનગર પોલીસને મળી હતી. વિદ્યાનગર પોલીસે છાપો મારી નકલી સર્ટિફિકેટ અને લેપટોપ સહિતની ગેરકાયદેસર વસ્તુ જપ્ત કરી 4 શખ્સોની અટકાયત કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આણંદ જિલ્લાની શિક્ષણ નગરી વિદ્યાનગર બાકરોલ રોડ પર ઇસ્કોન એજ્યુકેશન કન્સલ્ટન્ટમાં વિદ્યાર્થીઓને વિદેશ મોકલવા તેમજ તેમની કારકિર્દીમાં ઉપયોગમાં આવે તેવા જાણીતી એસપી, એમએસ યુનિવર્સિટી, માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગુજરાત તેમજ મહારાષ્ટ્ર શિક્ષણ બોર્ડનાં નકલી સર્ટિફિકેટ બનવાનું કૌભાંડ ઝડપાયું છે. તેને અંજામ આપનાર 4 શખ્સોની વિદ્યાનગર પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

સમગ્ર ઘટનાની તપાસ કરી રહેલા આણંદનાં ડીવાયએસપી, બી. ડી. જાડેજાનાં જણાવ્યા મુજબ, વિદ્યાનગર પોલીસને અગાઉથી મળેલ બાતમીને આધારે વિદ્યાનગર પોલીસે રેડ કરી હતી. જેમાં 17 જેટલી નકલી માર્કશીટ સાથે આ કૌભાંડને અંજામ આપનર 4 શખ્સોને ઝડપી લેવામાં આવ્યાં હતા. આ મામલે ફરિયાદ નોંધાઇને વધુ તપાસ હાથ ધરી છે.