ગુજરાતઃ પોલીસ કર્મચારીઓના ગ્રેડ પે આંદોલનનો સુખદ અંત, સરકારે કમિટી રચવાની જાહેરાત કરી
ગુજરાતઃ પોલીસ કર્મચારીઓના ગ્રેડ પે આંદોલનનો સુખદ અંત, સરકારે કમિટી રચવાની જાહેરાત કરી

અટલ સમાચાર, ડેસ્ક

પોલીસ કર્મચારીઓના ગ્રેડ પેનું આંદોલન આખરે સમેટાયુ છે. પોલીસ કર્મચારીઓના પરિવાજનોએ આજે ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. જેનો સુખદ અંત આવ્યો છે. ગૃહ રાજ્યમંત્રીએ પોલીસ પરિવારજનોને ખાતરી આપી કે, અમારી સરકાર સકારાત્મક હોય અને આ અમારા પરિવારનો વિષય છે. તેથી પરિવારના રહીને પરિવારનો વિષય ઝડપથી ઉકેલીશું. આ મુદ્દાનો નિવારણ લાવવા મટે એક કમિટિ બનાવાશે.

અટલ સમાચારને મોબાઇલમાં મેળવવા અહીયા ક્લીક કરો

જેમાં એક GAD, ફાઈનાન્સ અને એક પોલીસમાંથી સભ્ય બનાવાશે. આમ, મીટિગ બાદ પોલીસ પરિવારજનો પણ સંતુષ્ટ દેખાયા હતા, અને તેનુ હકારાત્મક પરિણામ આવશે તેવી આશા સાથે તેઓ ગૃહ રાજ્યમંત્રીની ઓફિસમાઁથી બહાર નીકળ્યા હતા.