આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયામાં ગેરરીતિ મામલે એબીવીપીના કાર્યક્રરો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આજે એબીવીપી દ્વારા ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાનુ બેસણુ રાખવામાં આવ્યું હતું. આ દરમિયાન એબીવીપીના કાર્યકરોએ મરશિયા પણ ગાયા હતા. ગઈકાલે પણ એબીવીપીએ વિરોધ કર્યો હતો. એબીવીપીના કાર્યકરોએ દીવાલ પર વિવાદાસ્પદ લખાણો લખવાનો પ્રયાસ કરતા યુનિવર્સિટીની સિક્યોરિટીના કર્મચારી અને વિદ્યાર્થી પરિષદના કાર્યકરો વચ્ચે મારામારી પણ થઈ હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાત યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ દ્રારા છેલ્લા કેટલાક દિવસોથી પ્રવેશ પ્રક્રીયામાં સભ્યોની નિમણૂંક મામલે દેખાવો કરી રહ્યા છે. આ પહેલા વિરોધના ભાગરૂપે કુલપતિના પૂતળાની નનામી કાઢી, હિમાંશુ પંડ્યાના ચહેરવાળા પૂતળાના મગજનું ઓપરેશન કરતું નાટક ભજવ્યું, પ્રવેશશુદ્ધિ યજ્ઞ, રજીસ્ટ્રારને બંગડી આપવી, કુલપતિની ચેમ્બર બહાર બગડી લટકાવવી, શાકભાજીની લારી લઈને કેમ્પસમાં આવવું જેવા કાર્યક્રમો આપ્યા છે. ગુજરાત યુનિવર્સિટીના વિવિધ કોર્ષની પ્રવેશ પ્રક્રિયામાં જે સભ્યોની નિમણૂક કરવામાં આવી છે, તેને બદલવાની માગ સાથે એબીવીપીના કાર્યકરો માગ કરી રહ્યાં છે.

04 Aug 2020, 8:12 AM (GMT)

COVID-19 Global Stats

18,456,665 Total Cases
697,435 Death Cases
11,690,670 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code