ગુજરાતઃ અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરી, આ તારીખે પડી શકે છે માવઠું

અટલ સમાચાર, ડેસ્ક હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી. જાન્યુઆરી મહિનામાં વારંવાર વાતાવરણ પલટો આવશે. અને નવા વર્ષની શરૂઆત ઠંડી અને કમોસમી વરસાદ લઈ આવશે.2 અને 3 જાન્યુઆરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 11 ,12 અને 13 જાન્યુઆરીના પણ રાજ્યમાં કમોસમી વરસાદ થવાની શકયતા છે.તો 14 જાન્યુઆરી ઠંડીનું જોર વધશે.અને17 થી 20 જાન્યુઆરીના ઉત્તરી પર્વતીય
 
ગુજરાતઃ અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરી, આ તારીખે પડી શકે છે માવઠું

અટલ સમાચાર, ડેસ્ક

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી. જાન્યુઆરી મહિનામાં વારંવાર વાતાવરણ પલટો આવશે. અને નવા વર્ષની શરૂઆત ઠંડી અને કમોસમી વરસાદ લઈ આવશે.2 અને 3 જાન્યુઆરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 11 ,12 અને 13 જાન્યુઆરીના પણ રાજ્યમાં કમોસમી વરસાદ થવાની શકયતા છે.તો 14 જાન્યુઆરી ઠંડીનું જોર વધશે.અને17 થી 20 જાન્યુઆરીના ઉત્તરી પર્વતીય વિસ્તારોમાં ભારે હિમ વર્ષા થશે. હિમ વર્ષાની ગુજરાત માં અસર થશે. જોકે 24 જાન્યુઆરીથી ફરી ઠંડી નો ચમકારો થશે. ફેબ્રુઆરીની શરૂઆતમાં કાતિલ ઠંડી પડશે. કમોસમી વરસાદ અને હિમ પડવાના કારણે જીરું,ચણા, દિવેલા, તેમજ કપાસના પાકને નુકસાન થઈ શકે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભારતમાં વિશિષ્ટ પરિસ્થિતિ નું સર્જન થશે.

અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લામાં કમોસમી વરસાદ થશે. અમદાવાદ શહેરમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે પરંતુ વાતાવરણ પલટો જોવા મળી રહ્યો છે.વહેલી સવારથી જ ધુમ્મસ ભર્યું વાતાવરણ રહ્યું છે.વાતાવરણ માં આવતા બદલાવના કારણે શિયાળુ પાકને નુકસાન થઈ રહ્યું છે સાથે લોકોના સ્વાસ્થ્ય પર પણ અસર થશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હવામાન વિભાગે પણ આગાહી કરી છે.બે સિસ્ટરમ સક્રિય છે.પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાંથી એક સ્ટ્રાફ મહારાષ્ટ્રના દરિયા કિનારાથી દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન તરફ જઈ રહ્યો છે.અને સાકલોનીક સર્ક્યુલેશન રાજસ્થાન પર સક્રિય થયું છે.આ બંને સિસ્ટમ ની ગુજરાત ઉપર અસર થશે. જેના કારણે 2 અને 3 જાન્યુઆરીના કમોસમી વરસાદ થશે.