ગુજરાત: અમુલ ડેરીએ કર્યો દૂધ બાદ છાશમાં લિટરે રૂ.2 નો ભાવવધારો

અટલ સમાચાર, અમદાવાદ દૂધ ઉત્પાદક સંસ્થા અમૂલ દ્વારા તેની છાશની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. અમૂલ દ્વારા છાશના લિટરદીઠ ભાવમાં ચૂપચાપ રૂ. 2નો વધારો ઝીંકી દેતા હવે બજારમાં અમૂલની છાશ રૂપિયા 24 પ્રતિલિટર મળશે. અગાઉ અમૂલની છાશના ભાવન રૂપિયા 22 પ્રતિ લિટર હતા. જોકે, અમૂલ દ્વારા આ ભાવવધારાનું કોઈ કારણ બહાર પાડવામાં આવ્યું હોવાના અહેવાલો
 
ગુજરાત: અમુલ ડેરીએ કર્યો દૂધ બાદ છાશમાં લિટરે રૂ.2 નો ભાવવધારો

અટલ સમાચાર, અમદાવાદ

દૂધ ઉત્પાદક સંસ્થા અમૂલ દ્વારા તેની છાશની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. અમૂલ દ્વારા છાશના લિટરદીઠ ભાવમાં ચૂપચાપ રૂ. 2નો વધારો ઝીંકી દેતા હવે બજારમાં અમૂલની છાશ રૂપિયા 24 પ્રતિલિટર મળશે. અગાઉ અમૂલની છાશના ભાવન રૂપિયા 22 પ્રતિ લિટર હતા. જોકે, અમૂલ દ્વારા આ ભાવવધારાનું કોઈ કારણ બહાર પાડવામાં આવ્યું હોવાના અહેવાલો નથી.

તાજેતરમા જ અમૂલ દ્વારા દૂધના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો હતો. રાજ્યમાં દરરોજ અમૂલની અંદાજે 10 લાખ લિટર છાશનું વેચાણ થાય છે જ્યારે રાજ્યની બહાર 8-9 લાખ લિટર છાશનું વેચાણ થાય છે. અમૂલ દ્વારા અગાઉ જ્યારે દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો ત્યારે દહીંના કિલોદીઠ ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો હતો. દહીંના ભાવનમાં રૂપિયા 5 વધારા બાદ હવે છાશના પ્રતિલિટર રૂ. 2નો વધારો થયો છે.