ગુજરાત: ભાજપના કોર્પોરેટરે જ લાખો રૂપિયા ચાંઉ કર્યાના આક્ષેપથી હડકંપ

અટલ સમાચાર, સુરત સુરતમાં બચત યોજનાના નામે ભાજપના વોર્ડ નંબર 6ના કોર્પોરેટર અનિલ ભોજે લાખો રૂપિયાનો ગફલો કર્યો હોવાનો આક્ષેપ થયો છે. કોર્પોરેટર અને તેના ભાઈએ અવનવી સ્કીમના નામે લોકો પાસે ઉઘરાવેલી રકમ પાકતી મુદતે પરત કરવાનો સમય આવ્ય તો હાથ ઊંચા કરી દેવાયા હતા. ગરીબ-મધ્યમ વર્ગીય પરિવારનાં અનેક લોકોની મૂડી ફસાઈ જતાં મામલો પોલીસ
 
ગુજરાત: ભાજપના કોર્પોરેટરે જ લાખો રૂપિયા ચાંઉ કર્યાના આક્ષેપથી હડકંપ

અટલ સમાચાર, સુરત

સુરતમાં બચત યોજનાના નામે ભાજપના વોર્ડ નંબર 6ના કોર્પોરેટર અનિલ ભોજે લાખો રૂપિયાનો ગફલો કર્યો હોવાનો આક્ષેપ થયો છે. કોર્પોરેટર અને તેના ભાઈએ અવનવી સ્કીમના નામે લોકો પાસે ઉઘરાવેલી રકમ પાકતી મુદતે પરત કરવાનો સમય આવ્ય તો હાથ ઊંચા કરી દેવાયા હતા. ગરીબ-મધ્યમ વર્ગીય પરિવારનાં અનેક લોકોની મૂડી ફસાઈ જતાં મામલો પોલીસ કમિશનરના દરબારમાં પહોંચ્યો હતો.

ગુજરાત: ભાજપના કોર્પોરેટરે જ લાખો રૂપિયા ચાંઉ કર્યાના આક્ષેપથી હડકંપ

સુરતના વેડરોડ પર હરિઓમ મિલની સામે બહુચરનગર સોસાયટીમાં રહેતાં રાહુલ પંડ્યા બિલ્ડર છે. રાહુલે અનિલ ભોજ અને અરવિંદ ભોજ વિરુદ્ધ પોલીસ કમિશનરને ફરિયાદ કરી છે. અનિલ ભોજ ભાજપના વોર્ડ ન.6 કરતારગામ વિસ્તારના કોર્પોરેટર છે. જ્યારે તેમના ભાઈ અરવિંદ ભોજ મહાનગર પાલિકામાં નોકરી કરે છે. ભોજ બંધુ છેલ્લા 15 વર્ષથી લક્ષ્મી પૂજન બચત યોજના અને ભાગ્ય લક્ષ્મી બચત યોજના ચલાવે છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિં ક્લિક કરો 

આ બચત યોજના હેઠળ દર મહિને 500 કે 1000 રોકાણ કરશો તો લાંબે ગાળે બચતની મોટી રકમ સાથે નફો પણ સારો એવો મળશે તેવી સ્કીમ રજૂ કરાઈ હતી. જેથી રાહુલે પોતાના નામે, પિતાના નામે સહિત ઘરનાં સભ્યોનાં નામે દર મહિને રોકાણ કરવાનું શરૂ કર્યું હતું. નવેમ્હર 2013થી જુલાઈ 2017 સુધીમાં રાહુલ અને તેમના પરિવારે 5.84 લાખ રૂપિયા રોક્યા હતા.

જો કે, પાકતી મુદતે રકમ પરત કરવામાં ગલ્લાંતલ્લાં કર્યા હતા. ત્યારબાદ અનિલ ભોજ અને અરવિંદ ભોજે પોતાની સત્તાનો દુરુપયોગ કરી ગાળો બોલી અપમાનિત કરવા સાથે ધાકધમકી આપી હતી. ઉઘરાણી કરાઈ તો બંને ભાઈ એકબીજાને કો આપી રોકાણકારોને ધક્કે ચઢાવતાં હતા. આ રીતે 50થી વધુ ગરીબ-જરૂરિયાતમંદ લોકોની આજીવિકા કહો કે જીવનભરની મૂડી આ ભોજબંધુ ઓહિયા કરી ગયા હોવાનો પણ આરોપ છે.