ફફડાટ@ગુજરાતઃકોરોનાએ નેતાઓને ઝપટમાં લીધા, પાટીલના ભાઇને કોરોના

અટલ સમાચાર.ડેસ્ક વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસે હવે દેશ સહિત ગુજરાતમાં પણ આફત સર્જી છે. ગુજરાતમાં પણ ભાજપના અનેક નેતાઓ કોરોનાની ઝપટે ચડ્યા છે. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના ભાઇ કોરોના સંક્રમિત થયા છે. જેથી સંપર્કમાં આવેલા લોકોને તપાસ કરાવવા અનુરોધ કરાયો છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસ હવે કહેર બની રહ્યો છે. કોરોના વાયરસના
 
ફફડાટ@ગુજરાતઃકોરોનાએ નેતાઓને ઝપટમાં લીધા, પાટીલના ભાઇને કોરોના

અટલ સમાચાર.ડેસ્ક
વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસે હવે દેશ સહિત ગુજરાતમાં પણ આફત સર્જી છે. ગુજરાતમાં પણ ભાજપના અનેક નેતાઓ કોરોનાની ઝપટે ચડ્યા છે. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના ભાઇ કોરોના સંક્રમિત થયા છે. જેથી સંપર્કમાં આવેલા લોકોને તપાસ કરાવવા અનુરોધ કરાયો છે.

ગુજરાતમાં પણ કોરોના વાયરસ હવે કહેર બની રહ્યો છે. કોરોના વાયરસના કારણે સુરત શહેરના પૂર્વ મહિલા કોર્પોરેટરનું નિધન થયું છે. જ્યારે કચ્છના રાપરના મહિલા ધારાસભ્યના પતિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના ભાઈનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળી રહ્યુ છે. પ્રકાશ પાટીલનો આખો પરિવાર હોમ ક્વૉરન્ટાઇ થઇ ગયો છે. પ્રકાશ પાટીલને ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
સુરત ભાજપના પ્રમુખ નીતીન ભજીયાવાલા અને તેમની પત્ની જયશ્રીબેનનો કોરોના પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેમને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.કચ્છમાં રાપર મત વિસ્તારના મહિલા ધારાસભ્ય સંતોકબેન આરેઠિયાના પતિ ભયુભાઈ આરેઠિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને લક્ષણો જણાતા ભૂજમાં ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.