ગુજરાત: માર્ચમાં બજેટ રજુ થઈ શકે, ઓડિટ રીપોર્ટ છેલ્લા દિવસે ટેબલ થવાની સંભાવના

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ગુજરાત સરકાર દ્વારા બજેટની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં માર્ચ મહિનામાં અંદાજપત્ર રજુ થવાની સંભાવના જણાઈ રહી છે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલ વર્ષ 2021-22નું અંદાજપત્ર રજૂ કરશે. આ બજેટ સત્ર ઓછમાં ઓછુ 24 દિવસ સુધી ચાલશે. બજેટ સત્રમાં પુર્વ ધારાસભ્ય તથા પુર્વ મુખ્યમંત્રીને શ્રંધ્ધાંજલી આપતો શોક પ્રસ્તાવ પણ
 
ગુજરાત: માર્ચમાં બજેટ રજુ થઈ શકે, ઓડિટ રીપોર્ટ છેલ્લા દિવસે ટેબલ થવાની સંભાવના

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ગુજરાત સરકાર દ્વારા બજેટની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં માર્ચ મહિનામાં અંદાજપત્ર રજુ થવાની સંભાવના જણાઈ રહી છે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલ  વર્ષ 2021-22નું અંદાજપત્ર રજૂ કરશે. આ બજેટ સત્ર ઓછમાં ઓછુ 24 દિવસ સુધી ચાલશે. બજેટ સત્રમાં પુર્વ ધારાસભ્ય તથા પુર્વ મુખ્યમંત્રીને શ્રંધ્ધાંજલી આપતો શોક પ્રસ્તાવ પણ પસાર થઈ શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યના નાણાંમંત્રી નીતિન પટેલે 2020-21નું રૂ. 2,17,287 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. આ વખતના બજેટ સત્રમાં ઉત્તર પ્રદેશના રસ્તે ગુજરાતમાં પણ લવ જેહાદનો વિધેયક રજુ થઈ શકે છે. બજેટ સત્રના પ્રથમ દિવસે રાજ્યપાલ દ્વારા ભાષણ આપવામાં આવતું હોય છે. રાજ્યપાલના સંબોધનના આભાર પ્રસ્તાવ પર 3 દિવસ ચર્ચા ચાલે છે. એક સંભાવના મુજબ 2 માર્ચ અથવા 3 ના દિવસે અંદાજપત્ર રજૂ કરવામાં આવશે. તો આ સાથે અંદાજ પત્ર પરની સામાન્ય ચર્ચા માટે 5 દિવસ ફાળવવામાં આવશે. તો 24 દિવસમાંથી અંદાજ પત્રની માંગણીઓ પરની ચર્ચા માટે 12 દિવસનો સમય પસાર થશે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, આ વખતના બજેટ સત્રમાં ભુતકાળની માફક સીએજી ઓડીટ રીપોર્ટ છેલ્લા દિવસે રજુ કરવામાં આવી શકે છે. આ મામલે વિપક્ષ ખુબ જ આક્રમક જોવા મળી હતી. જેમાં તેઓ ઓડીટ રીપોર્ટ ઉપર વ્યાપક ચર્ચા ના થાય એ માટે છેલ્લા દિવસે રીપોર્ટને ટેબલ કરતાં હોવાનો આરોપ લગાવ્યો હતો. કોરોનાના કારણે અર્થતંત્ર ઉપર માઠી અસરો થઈ હતી. નાણામંત્રી બજેટમાંથી કોને કેટલુ ફાળવશે એ વિષયે જોર પકડ્યુ છે.