ગુજરાતઃ એસટી બસને નડ્યો અકસ્માત, 15થી વધુ લોકો ઘાયલ

અટલ સમાચાર, ડેસ્ક નવસારીમાં 90 મુસાફરો ભરેલી એસ ટી બસ રોડ ઉપરથી ઉતરી જવાથી મોટો અકસ્માત થયો હતો. આ સરકારી બસમાં 15થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. એક તરફ એસટી અમારી સલામત સવારીના નારા બોલાય છે અને બીજી તરફ આ રીતે બસ અકસ્માત વધી રહ્યા છે. આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના
 
ગુજરાતઃ એસટી બસને નડ્યો અકસ્માત, 15થી વધુ લોકો ઘાયલ

અટલ સમાચાર, ડેસ્ક

નવસારીમાં 90 મુસાફરો ભરેલી એસ ટી બસ રોડ ઉપરથી ઉતરી જવાથી મોટો અકસ્માત થયો હતો. આ સરકારી બસમાં 15થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. એક તરફ એસટી અમારી સલામત સવારીના નારા બોલાય છે અને બીજી તરફ આ રીતે બસ અકસ્માત વધી રહ્યા છે. આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરવામા આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નવસારીના સાલેજ ગામ પાસે અક્સ્માતની ઘટના બની છે. બસ ચાલકની ભુલના કારણે બસ રોડ પરથી નીચે ઉતરી જતા અકસ્માતની ઘટના બની છે. આ અકસ્માતની ઘટનામાં 15થી વધુ લોકોને ભારે ઈજા થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. આ બનાવની જાણ થતાં આજુબાજુ પંથકના લોકો દોડી આવ્યા હતા અને લોકોની મદદ કરી હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, સરકારી બસમાં 90 જેટલા મુસાફરો સવાર હતા. અકસ્માત એટલો ગોઝારો બન્યો હતો કે જેમાં 15થી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. સ્થાનિક લોકોએ તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ભેગા કરવામાં આવ્યા હતા. આસપાસના ગામો અને રોડ ઉપર જતા લોકો મુસાફરોની મદદે દોડી આવી બચાવની કામગીરી હાથ ધરી હતી. આ ઘટના બાદ બસ ચાલક બસને અધવચે મુકીને ફરાર થઈ ગયો છે. ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચીને બસ ચાલકને પડકડવા ચક્રો ગતિમાન કર્યા છે.