ગુજરાતઃ 26 વિદ્યાર્થીઓને બચાવવા માટે બસ ડ્રાઇવરને એવોર્ડ અપાશે

અટલ સમાચાર, ડેસ્ક સુરતમાં આજે સવારે ઓલપાડ માસમા રોડ પર સિલિન્ડર ભરેલી ટ્રકમાં ભીષણ આગ લાગી જતાં બ્લાસ્ટ થયા હતાં. આ સમયે રોડની ડિવાઈડર સામેથી પસાર થતી રેડિયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલની બસ 26 વિદ્યાર્થીઓને લઈને જઇ રહી હતી. બસ સિલિન્ડર ભરેલી ટ્રકની સામેથી પસાર થઈ રહી હતી એ દરમિયાન જ સ્કૂલ બસ સાથે રોંગ સાઈડમાં આવતાં
 
ગુજરાતઃ 26 વિદ્યાર્થીઓને બચાવવા માટે બસ ડ્રાઇવરને એવોર્ડ અપાશે

અટલ સમાચાર, ડેસ્ક

સુરતમાં આજે સવારે ઓલપાડ માસમા રોડ પર સિલિન્ડર ભરેલી ટ્રકમાં ભીષણ આગ લાગી જતાં બ્લાસ્ટ થયા હતાં. આ સમયે રોડની ડિવાઈડર સામેથી પસાર થતી રેડિયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલની બસ 26 વિદ્યાર્થીઓને લઈને જઇ રહી હતી. બસ સિલિન્ડર ભરેલી ટ્રકની સામેથી પસાર થઈ રહી હતી એ દરમિયાન જ સ્કૂલ બસ સાથે રોંગ સાઈડમાં આવતાં સિમેન્ટ ભરેલા ટ્રકે એક્સિડન્ટ સર્જ્યો હતો. જેથી સિમેન્ટની ટ્રક અને સ્કૂલ બસમાં પણ આગ ભભૂકી ઉઢી હતી. જેથી સ્કૂલ બસનાં ચાલકની સમયસૂચકતાને કારણે બસમાં સવાર 26 વિદ્યાર્થીઓને ઉતારી દેવામાં આવ્યાં હતાં. જેમા બસ ચાલકની બહાદુરીને કારણે સ્કૂલ દ્વારા સન્માન થશે આ ઉપરાંત ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન સાથે મહાનગર પાલિકા દ્વારા પણ એવોર્ડ એનાયત કરવામાં આવશે. જોકે, કલેક્ટર દ્વારા પણ અભિનંદન આપ્યા છે. મહત્વનું છે કે, આ ડ્રાઈવર એક વર્ષ પહેલા બેસ્ટ ડ્રાઈવરને સ્કૂલ દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતથી 15 કિલોમીટર દૂર આવેલ માસમાં ગામ ખાતે આજે સવારે એક ટ્રક કે જેમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ગેસ સિલિન્ડર ભરેલી ટ્રકમાં આગ લાગી ગઈ હતી. જોકે ડાબી બાજુ ટ્રકમાં આગ લાગી હતી. ત્યારે જમણી બાજુ પર ઓલપાડથી સુરત ખાતે આવતી રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલની બસમાં 26 બાળક હતા. સામેથી આવતી સિમેન્ટની ટ્રકે આ સ્કૂલ બસમાં ધડાકાભેર અથડાઈ હતી. આગ નજીકમાં લાગેલી હોવાથી બસમાં રહેલ તમામ બાળકોને બહાર કાઢી તમામ બાળકોને સલામત સ્થળે પહોંચાડ્યા હતા.

આ દરમિયાન બસમાં પણ આગ લાગી હતી. આ ઘટનામાં ડ્રાઇવરની સમયસૂચકતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. જેને કારણે ડ્રાઇવર અન્ત પટેલ અને ક્લીનર રમેશ ભાઈને શાળા દ્વારા સન્માન આપવામાં આવ્યું છે. આ સાથે પગારમાં વધારો કરવામાં આવશે. શાળા સંચાલક કૌશિક ભાઈ દ્વારા ખાસ કરીને મહાનગર પાલિકા દ્વારા બ્રેવરી એવોર્ડ માટે ખાસ નામ મુકવામાં આવ્યું છે.