ગુજરાત: CM રૂપાણી માટે 191 કરોડનું નવુ વિમાન ખરીદાયું, જાણો અંદરથી કેવુ હશે ?

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાત સરકાર દ્વારા CM વિજય રૂપાણી માટે નવું વિમાન ખરીદવામાં આવ્યું છે. હાલ તેઓ જે વિમાનનો ઉપયોગ કરી રહ્યા હતા તે 20 વર્ષ જૂનુ હોવાથી મુખ્યમંત્રી માટે 191 કરોડના ખર્ચે ‘બોમ્બાર્ડિયર ચેલેન્જર 650’ નામનું નવુ વિમાન ખરીદવામાં આવ્યું છે. જોકે, નવેમ્બર મહિનાના ત્રીજા સપ્તાહમાં જરૂરી પ્રોસેસ પૂરી કર્યા બાદ વિમાનને ડિલિવર કરવામાં
 
ગુજરાત: CM રૂપાણી માટે 191 કરોડનું નવુ વિમાન ખરીદાયું, જાણો અંદરથી કેવુ હશે ?

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત સરકાર દ્વારા CM વિજય રૂપાણી માટે નવું વિમાન ખરીદવામાં આવ્યું છે. હાલ તેઓ જે વિમાનનો ઉપયોગ કરી રહ્યા હતા તે 20 વર્ષ જૂનુ હોવાથી મુખ્યમંત્રી માટે 191 કરોડના ખર્ચે ‘બોમ્બાર્ડિયર ચેલેન્જર 650’ નામનું નવુ વિમાન ખરીદવામાં આવ્યું છે. જોકે, નવેમ્બર મહિનાના ત્રીજા સપ્તાહમાં જરૂરી પ્રોસેસ પૂરી કર્યા બાદ વિમાનને ડિલિવર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, હાલ મુખ્યમંત્રી પાસે બીચક્રાફ્ટ સુપરકિંગ પ્લેન છે.

ગુજરાત: CM રૂપાણી માટે 191 કરોડનું નવુ વિમાન ખરીદાયું, જાણો અંદરથી કેવુ હશે ?

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

મહત્વનું છે કે, જૂનુ બીચક્રાફ્ટ સુપરકિંગ પ્લેન લાંબુ અંતર કાપી શક્તુ ન હતું. જ્યારે કે નવું બોમ્બાર્ડિયર ચેલેન્જર લાંબુ અંતર કાપી શકશે. લાંબા અંતરની મુસાફરી માટે પ્રતિ કલાક 1 લાખ કે તેથી વધુ રૂપિયાના દરે ખાનગી વિમાનની સેવા લેવી પડતી હતી. એટલે આ ખર્ચો ટાળવા માટે નવું વિમાન ખરીદવાનો નિર્ણય કરાયો છે. તેમજ જૂના વિમાનમાં રિફ્યુલિંગની સમસ્યા પણ હતી. જેથી તે લાંબુ અંતર કાપવામાં અસક્ષમ હતું. જ્યારે કે નવા વિમાનમાં આ સમસ્યા નહિ રહે. તેમજ જૂના વિમાનમાં બેસવાની ક્ષમતા ચાર-પાંચ લોકોની હતી, જ્યારે કે નવા વિમાનમાં 12 લોકો બેસી શકશે.

191 કરોડની વિમાનની ખાસિયતો

  • આ વિમાન 2 એન્જિન ધરાવે છે
  • 12 લોકોને બેસાડનાર બોમ્બાર્ડિયરની ફ્લાઇંગ રેન્જ 7,000 કિલોમીટર જેટલી છે. તે લગભગ 870 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે.
  • બોમ્બાર્ડિયર ચેલેન્જર 650માં વર્લ્ડક્લાસ લેવલની આલિશાન કેબિનની સુવિધા છે. પહેલી નજરે તે ફાઈવ સ્ટાર હોટલના મીટિંગ રૂમ જેવું લાગે છે.
  • પ્લેનમાં મોટી બારી લગાવાઈ છે, જેનાથી અંદરે બેસેલી દરેક વ્યક્તિ બહારનો નજારો જોઈ શકશે.
  • સફર કરનાર દરેક વ્યક્તિ કમ્ફર્ટેબલ રહી શકે તે રીતે કેબિનને ડિઝાઈન કરાઈ છે.
  • વિમાનમાં હરીફરી શકાય તેટલી સ્પેસ પણ છે. કેબિનને સ્પેસિયસ બનાવવામાં આવી છે.
  • વિમાનનો વોશરૂમ પણ લક્ઝુરિયસ છે.
  • વિમાનમાં કોકપીટમાં તમામ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે.