ગુજરાતઃ કેનેડામાં યુવતીની કચડાયેલી લાશ મળી, સાસરિયાઓ પર હત્યાનો આક્ષેપ

અટલ સમાચાર, ડેસ્ક કેનેડામાં રહેતી ગુજરાતી યુવતીની કચડાયેલ હાલતમાં લાશ મળી આવી છે. મૃતક યુવતી હિરલ પટેલ બોરસદના પામોલ ગામની વતની હતી. ત્રણ વર્ષ પહેલાં જ હીરલ પટેલ કેનેડામાં સ્થાયી થઈ હતી. તેના લગ્ન બોરસદના કિંખલોડ ગામના યુવક સાથે થયા હતા. હીરલ 11 જાન્યુઆરીના રોજથી ગુમ હતી, જેના બાદ આખરે તેની લાશ મળી આવી છે.
 
ગુજરાતઃ કેનેડામાં યુવતીની કચડાયેલી લાશ મળી, સાસરિયાઓ પર હત્યાનો આક્ષેપ

અટલ સમાચાર, ડેસ્ક

કેનેડામાં રહેતી ગુજરાતી યુવતીની કચડાયેલ હાલતમાં લાશ મળી આવી છે. મૃતક યુવતી હિરલ પટેલ બોરસદના પામોલ ગામની વતની હતી. ત્રણ વર્ષ પહેલાં જ હીરલ પટેલ કેનેડામાં સ્થાયી થઈ હતી. તેના લગ્ન બોરસદના કિંખલોડ ગામના યુવક સાથે થયા હતા. હીરલ 11 જાન્યુઆરીના રોજથી ગુમ હતી, જેના બાદ આખરે તેની લાશ મળી આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, હિરલ પટેલ બોરસદના પામોલની વતની હતી. તેના લગ્ન બોરસદના જ કિંખલોડ ગામના યુવક સાથે થયા હતા. હિરલ છેલ્લા ત્રણ વર્ષથી પતિ સાથે કેનેડામાં રહેતી હતી. લગ્નના શરૂઆતના દિવસો સારી રીતે વીતી રહ્યા હતા. જોકે છેલ્લા એક વર્ષથી સાસરિયા તરફથી યુવતીને સતત ત્રાસ મળી રહ્યો હતો. હિરલની હત્યા તેના સાસરિયાઓએ જ કરાવી છે તેવો આક્ષેપ હિરલના પરિવારજનોએ લગાવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કેનેડામાંથી બોરસદની હિરલ પટેલની લાશ મળી આવી છે. ત્યારે ટોરોન્ટો પોલીસે 12 જાન્યુઆરીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, હિરલ પટેલ 11 જાન્યુઆરીએ રાત્રે 11 વાગ્યાથી મિસિંગ હતી. છેલ્લે બ્લેક જેકેટ, ગ્રે પેન્ટ્સમાં હિરલ પટેલ જોવા મળી હતી. હાલમાં પોલીસ વધુ તપાસ કરી રહી છે.