ગુજરાત: સરકારી ભરતી અંગે મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત, જાણો એક ક્લિકે

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે રાજ્ય સરકારે વિવિધ વિભાગોમાં ભરતીને લઈને મોટી જાહેરાત કરી છે. જે વિભાગોમાં ભરતી માટે પરીક્ષા લેવાઈ ગઈ છે તેને તાત્કાલીક નિમણૂક પત્ર આપવામાં આવશે. જ્યારે કોરોના બાદ તરત જ નવી ભરતીની જાહેરાત કરવામાં આવશે. મુખ્યમંત્રીએ જીપીએસસી-ગૌણ સેવા પસંદગી મંડળ-પંચાયત સેવા પસંદગી મંડળ-પોલીસ-સામાન્ય વહિવટ વિભાગ-શિક્ષણ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં ભરતી પ્રક્રિયા અંગે
 
ગુજરાત: સરકારી ભરતી અંગે મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત, જાણો એક ક્લિકે

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે રાજ્ય સરકારે વિવિધ વિભાગોમાં ભરતીને લઈને મોટી જાહેરાત કરી છે. જે વિભાગોમાં ભરતી માટે પરીક્ષા લેવાઈ ગઈ છે તેને તાત્કાલીક નિમણૂક પત્ર આપવામાં આવશે. જ્યારે કોરોના બાદ તરત જ નવી ભરતીની જાહેરાત કરવામાં આવશે. મુખ્યમંત્રીએ જીપીએસસી-ગૌણ સેવા પસંદગી મંડળ-પંચાયત સેવા પસંદગી મંડળ-પોલીસ-સામાન્ય વહિવટ વિભાગ-શિક્ષણ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં ભરતી પ્રક્રિયા અંગે મહત્ત્વપૂર્ણ આદેશ આપ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સરકારે જાહેર કરેલ ભરતી અંગેની વિગતો અનુસાર, રાજ્યમાં સરકારી નોકરીમાં ભરતી માટે પ્રક્રિયાઓ પૂરી થઇ ગઇ છે તેવી તમામ જગ્યાઓ સહિત ૮ હજાર જગ્યાઓ માટેના નિમણૂંકપત્રો તાત્કાલિક આપવાના મુખ્યમંત્રીએ સ્પષ્ટ આદેશ આપ્યા છે. ઉપરાંત ભરતી માટેની જાહેરાત થઇ ગઇ છે પરંતુ પરિક્ષાની પ્રક્રિયા બાકી છે, તેવી જગ્યાઓ માટે કોવિડ-19ની સ્થિતી સામાન્ય થયા બાદ આગળની પ્રક્રિયાઓ કરવામાં આવશે.

આ સાથે ગુજરાત સરકારે જણાવ્યું કે, આગામી પાંચ મહિનામાં રાજ્યના ર૦ હજારથી વધુ યુવાઓને સરકારી નોકરી આપવામાં આવશે. નોંધનીય છે કે, રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં છેલ્લા ચાર વર્ષમાં સવા લાખ યુવાનોને નોકરીની તકો મળી છે. આ સાથે જ રાજ્ય સરકારે ભરતી અંગે કરેલી જાહેરાતને કોંગ્રેસ પણ આવકારી છે.