ગુજરાતઃ કોરોનાનો રાફડો ફાટ્યો, નવા 105 પોઝિટિવ નોંધાયા, કુલ 871 કેસ

અટલ સમાચાર, ડેસ્ક લૉકડાઉનનો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે પરંતુ રાજ્યમાં કોરોનાનો કહેર અટકી નથી રહ્યો. કોરોનાના કુલ પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. 16મી એપ્રિલના રોજ સવારે 10 વાગ્યા સુધી કોરોનાને કુલ 105 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોના પોઝિટિવ કુલ કેસની સંખ્યા 871 પર પહોંચી છે. ગુજરાત
 
ગુજરાતઃ કોરોનાનો રાફડો ફાટ્યો, નવા 105 પોઝિટિવ નોંધાયા, કુલ 871 કેસ

અટલ સમાચાર, ડેસ્ક

લૉકડાઉનનો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે પરંતુ રાજ્યમાં કોરોનાનો કહેર અટકી નથી રહ્યો. કોરોનાના કુલ પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. 16મી એપ્રિલના રોજ સવારે 10 વાગ્યા સુધી કોરોનાને કુલ 105 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોના પોઝિટિવ કુલ કેસની સંખ્યા 871 પર પહોંચી છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ તરફથી આ માહિતી આપવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ ડૉક્ટર જયંતિ રવિના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં કોરોનાનાં ત્રણ દર્દીનાં મોત થયા છે. તે સાથે રાજ્યમાં કોરોનાને કારણે કુલ 36 મોત નોંધાયા છે. આજે બે લોકો રિકવર થતાં તેમને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સાથે કુલ રિકવર થયા હોય તેવા દર્દીઓ 64 થયા છે.

ગુરુવારે સામે આવેલા 105 કેસમાંથી સૌથી વધારે 42 કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. સુરતમાં 35, વડોદરામાં 6, રાજકોટમાં 3, બનાસકાંઠામાં 4, આણંદમાં 8, નર્મદામાં 4 તેમજ ગાંધીનગર, ખેડા અને પંચમહાલમાં એક એક કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોના પોઝિટિવ કુલ કેસ 492 થયા છે, જ્યારે કોરોનાને પગલે અમદાવાદ જિલ્લામાં અત્યારસુધી કુલ 17 લોકોનાં મોત થયા છે.