ગુજરાત: નજીકના ભવિષ્યમાં કોરોનાનો અંત દેખાતો નથી: નીતિન પટેલ

અટલ સમાચાર,ડેસ્ક મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલી કેબિનેટ બેઠક પૂર્ણ થઈ હતી. બે મહિના બાદ પહેલીવાર આ કેબિનેટ બેઠક વીડિયો કોન્ફરન્સથી નહિ, પરંતુ પ્રત્યક્ષ યોજાઈ હતી. કેબિનેટ બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે માહિતી આપતા જણાવ્યું કે, અત્યાર સુધી વિડીયો કોન્ફરન્સમાં બેઠક યોજી હતી. પણ આજે પ્રત્યક્ષ કેબિનેટ બેઠક યોજવામાં આવી હતી. કેબિનેટ બેઠકમાં ગુજરાતની
 
ગુજરાત: નજીકના ભવિષ્યમાં કોરોનાનો અંત દેખાતો નથી: નીતિન પટેલ

અટલ સમાચાર,ડેસ્ક

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલી કેબિનેટ બેઠક પૂર્ણ થઈ હતી. બે મહિના બાદ પહેલીવાર આ કેબિનેટ બેઠક વીડિયો કોન્ફરન્સથી નહિ, પરંતુ પ્રત્યક્ષ યોજાઈ હતી. કેબિનેટ બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે માહિતી આપતા જણાવ્યું કે, અત્યાર સુધી વિડીયો કોન્ફરન્સમાં બેઠક યોજી હતી. પણ આજે પ્રત્યક્ષ કેબિનેટ બેઠક યોજવામાં આવી હતી. કેબિનેટ બેઠકમાં ગુજરાતની અત્યારની વર્તમાન પરિસ્થિતિની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત નિસર્ગ વાવાઝોડું જે રીતે આગળ વધી રહ્યું છે તેની ચર્ચા કરવામાં આવી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નીતિન પટેલે કોરોના વાયરસ અને લોકડાઉન અંગે જણાવ્યું કે, કેબિનેટ બેઠકમાં કોરોના વાયરસની બીમારી સામે આરોગ્યની સેવાઓ તેનું પણ પ્રેઝન્ટેશન આરોગ્ય વિભાગ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. લોકો મોટા પ્રમાણમાં ધંધા-રોજગાર માટે બહાર નીકળી રહ્યાં છે. લોકોની જરૂરિયાત છે. જોકે, હજુ પણ કોરોના વાયરસની બીમારી ચાલુ છે ચાલુ છે. નજીકના ભવિષ્યમાં તેનો અંત દેખાતો નથી. આથી વારંવાર નાગરિકોને કહેવામાં આવે છે કે સોશિયલ ડિસ્ટન્સ જાળવે તે જરૂરી છે. કોરોના હજી ગયો નથી, નજીકના ભવિષ્યમાં જશે પણ નહિ. તેથી બધી જ ગાઈડલાઈનનુ ફરજિયાત પાલન કરવું જરૂરી છે.