ગુજરાતઃ 33 જિલ્લામાં કોરોનાની એન્ટ્રી, અમરેલીમાં પહેલો કેસ નોંધાયો

અટલ સમાચાર, ડેસ્ક સમગ્ર દેશમાં અને દુનિયામાં આવેલા કોરોનાએ હવે ગુજરાતના 33 જિલ્લામાં પણ હવે પહોંચી ગયો છે. અમરેલી જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થઈ છે. સુરતથી આવેલા વૃદ્ધાને કોરોના પોઝિટિવ આવ્યો છે. અમરેલી તાલુકાના ટીમ્બલા ગામના 67 વર્ષના વૃદ્ધ મહિલાનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો અમરેલીના ખેડૂત તાલીમ
 
ગુજરાતઃ 33 જિલ્લામાં કોરોનાની એન્ટ્રી, અમરેલીમાં પહેલો કેસ નોંધાયો

અટલ સમાચાર, ડેસ્ક

સમગ્ર દેશમાં અને દુનિયામાં આવેલા કોરોનાએ હવે ગુજરાતના 33 જિલ્લામાં પણ હવે પહોંચી ગયો છે. અમરેલી જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થઈ છે. સુરતથી આવેલા વૃદ્ધાને કોરોના પોઝિટિવ આવ્યો છે. અમરેલી તાલુકાના ટીમ્બલા ગામના 67 વર્ષના વૃદ્ધ મહિલાનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમરેલીના ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આથી અમરેલીનું ખેડૂત તાલીમ કેન્દ્ર તાત્કાલિક બંધ કરાયું હતું. તો સાથે જ વૃદ્ધાનુ ચેકઅપ કરનાર ડોક્ટરને પણ ક્વોરેન્ટાઈન કરાયા છે. કોરોના પોઝિટિવ કેસની અમરેલી આરોગ્ય વિભાગ દ્વારા પુષ્ટિ કરાઈ છે. અમરેલી જિલ્લામાં સુરતથી કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. ગ્રીન ઝોનમાં કોરોનાની એન્ટ્રીથી સ્થાનિક તંત્ર એક્શનમાં આવી ગયું છે, તો સાથે જ લોકો પણ ચિંતિત બન્યા છે.