ગુજરાત: દશેરાની મજા બગડી શકે, ફાફડાં-જલેબીનો ભાવ આસમાને

અટલ સમાચાર, મહેસાણા નવરાત્રિના અતિ શુભ દશેરા તહેવાર નિમિત્તે બજારમાં ગાંઠીયા-જલેબીનું દર વર્ષની માફક જોરદાર વેચાણ થવાનું છે પરંતુ લોકો સાથે ખુલ્લેઆમ છેતરપિંડી થઈ રહી છે. ગાંઠીયામાં વપરાતા બેસનનો ભાવ કિલોના રૂ.૭૫ થી ૮૦ છે. તેની સામે ગાંઠીયા રૂ.૪૦૦થી નીચે વેચાતા નથી. ગાંઠીયા-જલેબી બનાવવા માટે મજૂરી, વીજળી, માલ-સામાન, નફો ગણીએ તો પણ આટલો ભાવ કોઈપણ
 
ગુજરાત: દશેરાની મજા બગડી શકે, ફાફડાં-જલેબીનો ભાવ આસમાને

અટલ સમાચાર, મહેસાણા

નવરાત્રિના અતિ શુભ દશેરા તહેવાર નિમિત્તે બજારમાં ગાંઠીયા-જલેબીનું દર વર્ષની માફક જોરદાર વેચાણ થવાનું છે પરંતુ લોકો સાથે ખુલ્લેઆમ છેતરપિંડી થઈ રહી છે. ગાંઠીયામાં વપરાતા બેસનનો ભાવ કિલોના રૂ.૭૫ થી ૮૦ છે. તેની સામે ગાંઠીયા રૂ.૪૦૦થી નીચે વેચાતા નથી. ગાંઠીયા-જલેબી બનાવવા માટે મજૂરી, વીજળી, માલ-સામાન, નફો ગણીએ તો પણ આટલો ભાવ કોઈપણ સંજોગોમાં બેસે નહીં. છતાં વેપારીઓ લોકોને લૂંટવામાં જરા પણ કસર છોડતા નથી. માત્ર દશેરાના તહેવારે જ સમગ્ર શહેરમાં દસ હજાર કાઉન્ટરો ઉભા થશે, આ કાઉન્ટરો પરથી એક અંદાજ મુજબ દસ લાખ કિલો ફાફડા-જલેબીનું વેચાણ થશે.

ગુજરાત: દશેરાની મજા બગડી શકે, ફાફડાં-જલેબીનો ભાવ આસમાને
Advertise

નવરાત્રિમાં આઠમના દિવસથી ફાફડા-જલેબીના જુદી જુદી જગ્યાએ કાઉન્ટરો લગાવવામાં આવે છે. ૭૦ લાખની વસતિ ધરાવતા શહેરમાં નાના-મોટા મળીને આશરે ૧૦,૦૦૦ હજારથી વધુ ફાફડા-જલેબીના કાઉન્ટરો ઉભા કરીને વેચાણ કરવામાં આવશે. બજારમાં ફાફડાનો ભાવ કિલોના રૂ.૪૦૦ થી રૂ.૭૮૦ સુધી બોલાય છે. જ્યારે શુધ્ધ ઘીની જલેબીના કિલોના રૂ.૫૦૦ થી રૂ.૧,૨૦૦ ભાવ ચાલી રહ્યા છે. ફાફડા-જલેબીની સાથે પપૈયાની છીણ, મરચાં અને કઢી આપવામાં આવે છે. આટલા મોંઘા ફાફડા બનાવવા માટે વપરાતું બેસન વેપારીઓને માત્ર રૂ.૭૫ થી ૮૦ કિલો લેખે મળે છે. પરંતુ તેમાંથી ફાફડા તૈયાર કર્યા બાદ વેપારીઓ એટલો બધો નફો ચડાવે છે કે ફાફડા ખરીદવા મોંઘા પડી જાય છે.

ગુજરાત: દશેરાની મજા બગડી શકે, ફાફડાં-જલેબીનો ભાવ આસમાને

ફાફડાનો આટલો ભાવ લઈને ગ્રાહકોને છેતરવામાં આવી રહ્યા છે. ચાર વ્યક્તિનું કુટુંબ હોય તો અઢીસો ગ્રામ ફાફડા અને અઢીસો ગ્રામ જલેબીમાં ગળે-તાળવે પણ થાય નહીં. ઓછામાં ઓછું બંને વસ્તુ ૫૦૦-૫૦૦ ગ્રામ લે તો જ બધાને પુરું થાય. પરંતુ વેપારીઓએ ફાફડા-જલેબીના ભાવ આસમાને પહોંચાડીને દશેરા જેવા તહેવારની મજા બગાડી નાખી છે. એએમસીના અધિકારીઓ રોજ ફાફડા-જલેબીના નમૂના લે છે તેમાં સબસ્ટાન્ડર્ડ સામાન આવે તેવી શક્યતા જ વધુ હોય છે. સાચુ ચિત્ર રિપોર્ટ આવે ત્યારે સ્પષ્ટ થશે. શહેરમાં જુદી જુદી જગ્યાએ બે દિવસ પહેલાથી જ ફાફડા-જલેબીના વેચાણ માટે મોટા માંડવા ઉભા કરવામાં આવ્યા છે. આ માંડવામાં ફાફડા- જલેબી બનાવીને વેચાણ કરવામાં આવતુ હોય છે.