ગુજરાતઃ 14 વર્ષની દીકરીને ગર્ભવતી બનાવી મોતને ઘાટ ઉતારનાર પિતાને ફાંસીની સજા

અટલ સમાચાર, ડેસ્ક સુરતમાં ડુમસ રોડ પર ગત 30-6-2017ના રોજ અવાવરુ જગ્યાએથી 14 વર્ષીય કિશોરીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. પોલીસે તપાસ કરતાં પોલીસે મૃતક કિશોરીના પિતાને ઝડપી લીધો હતો. જેમાં આરોપીએ જ પોતાની ગર્ભવતિ દીકરીની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. બાદમાં ગર્ભ કોને છે તે જાણવા ડીએનએ ટેસ્ટ થયો હતો જેમાં બાળકી
 
ગુજરાતઃ 14 વર્ષની દીકરીને ગર્ભવતી બનાવી મોતને ઘાટ ઉતારનાર પિતાને ફાંસીની સજા

અટલ સમાચાર, ડેસ્ક

સુરતમાં ડુમસ રોડ પર ગત 30-6-2017ના રોજ અવાવરુ જગ્યાએથી 14 વર્ષીય કિશોરીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. પોલીસે તપાસ કરતાં પોલીસે મૃતક કિશોરીના પિતાને ઝડપી લીધો હતો. જેમાં આરોપીએ જ પોતાની ગર્ભવતિ દીકરીની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. બાદમાં ગર્ભ કોને છે તે જાણવા ડીએનએ ટેસ્ટ થયો હતો જેમાં બાળકી સાથે પિતાએ જ 6 મહિના સુધી શારીરિક શોષણ કરીને ગર્ભવતી બનાવ્યાનું સામે આવતાં પાછળથી પોસ્કો અને દુષ્કર્મની કલમ ઉમેરાઈ હતી. સમગ્ર કેસ સેશન્સ કોર્ટમાં ચાલતાં એપીપી દિંગત તેવરેની દલીલો અને પુરાવાના આધારે સેશન્સન જજ પીએસ કાલાએ આરોપી પિતાને ફાંસીની સજા સંભળાવી હતી.

30 જૂન 2017ના રોજ સવારે દસેક વાગ્યે ડુમસ રોડ પર ખેતરની અવાવરુ જગ્યાએથી 14 વર્ષીય કિશોરીની હત્યા કરાયેલી લાશ મળી હતી. આ કિશોરીનું ગળું દબાવી કોઇએ હત્યા કરી હોવાનું ફોરેન્સિક તપાસમાં બહાર આવ્યું હતું. કિશોરીની ઓળખ લિઝા ટુકના દાસ રહે પાંડેસરા અને મૂળ રહેવાસી ઓડિશાના સામે આવી હતી. બાદમાં પોલીસે તપાસ કરતાં પિતા ટુકના દાસે જ ગળુ દબાવી હત્યા કર્યાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે આરોપી પિતાની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે, તેના પેટમાં ગર્ભ કોનો છે તે નહોતી કહેતી માટે હોસ્પિટલ લઈ જવાના બહાને રિક્ષામાં બેસાડી ઘરેથી લઈ ગયો હતો અને ગળું દબાવી હત્યા કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ડુમસ પોલીસ મથકના જે તે વખતના ઇન્ચાર્જ પોઈ એમ.આર. નકુમે કહ્યું હતું કે જેની હત્યા કરવામાં આવી હતી તે લિઝા ટુકના દાસની ઓળખ થયા બાદ પોલીસે તેના પિતા ટુકના દાસની ઊંડાણ પૂર્વક પૂછપરછ કરી હતી. પણ આરોપી સહકાર નહોતો આપતો અને માત્ર એટલું જ જણાવતો કે ગર્ભ કોનો છે તે જાણવા જ તેણે ગળું દબાવ્યું પણ તે જવાબ ન આપતાં મોતને ઘાટ ઉતારી હતી. આ મુદ્દે ભૂતકાળમાં પુત્રીને પિતાએ માર પણ માર્યો હતો. આમ છતાં તે નામ આપતી જ ન હતી. ટુકના દાસને હાલ બીજી પત્ની છે. લિઝા પહેલી પત્નીની પુત્રી હતી.

આરોપી તપાસમાં સહકાર ન આપતો હોય કિશોરીના ગર્ભનું ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવ્યું હતું. એફએસએલમાંથી આવેલા ડીએનએ રિપોર્ટમાં કિશોરીના ગર્ભના ડીએનએ અને કિશોરીના પિતાના ડીએનએ મેચ થયાં હતાં. રિપોર્ટ અનુસાર કિશોરીનો બાયોલોજીકલ પિતા અને કિશોરીના ગર્ભનો બાયોલોજીકલ પિતા પણ ટુકના દાસ હોવાનું સામે આવ્યું હતું.

આરોપી ટુકના બુધિયા દાસે પોતાની સગીરવયની 14 વર્ષની દીકરી લીઝા સાથે અવારનવાર દુષ્કર્મ કરી તેણીને ગર્ભવતી બનાવી દેતા લિઝાને છ મહિનાનો ગર્ભ રહી ગયો હતો. જેથી આ પાપ છુપાવવા માટે તથા દીકરી બાળકને જન્મ ન આપી શકે તે માટે પિતાએ જ પોતાની દીકરીની હત્યા કરી હતી.