સરકારે જિલ્લા આયોજન કમિટી બનાવી ત્યારથી નિષ્ક્રિય: બેઠક-ગ્રાન્ટ શૂન્ય

અટલ સમાચાર, ગિરીશ જોશી રાજ્ય સરકારે ત્રણેક વર્ષ અગાઉ કેન્દ્ર સરકારની સૂચનાથી તમામ જિલ્લાઓમાં આયોજન કમિટી બનાવેલી છે. પંચાયત અને પાલિકાના ચૂંટાયેલા સદસ્યો તેમજ અધિકારીઓની કમિટી બની ત્યારથી સુષુપ્ત અને નિષ્ક્રિય છે. કોઈ કામગીરી કે ગ્રાન્ટ ન હોવાથી નામ પૂરતી રહી છે. જેને લઈ કોંગ્રેસ સત્તાધીન સદસ્યો લાલઘૂમ બની રહ્યા છે. ગુજરાતમાં ત્રણેક વર્ષ અગાઉ
 
સરકારે જિલ્લા આયોજન કમિટી બનાવી ત્યારથી નિષ્ક્રિય: બેઠક-ગ્રાન્ટ શૂન્ય

અટલ સમાચાર, ગિરીશ જોશી

રાજ્ય સરકારે ત્રણેક વર્ષ અગાઉ કેન્દ્ર સરકારની સૂચનાથી તમામ જિલ્લાઓમાં આયોજન કમિટી બનાવેલી છે. પંચાયત અને પાલિકાના ચૂંટાયેલા સદસ્યો તેમજ અધિકારીઓની કમિટી બની ત્યારથી સુષુપ્ત અને નિષ્ક્રિય છે. કોઈ કામગીરી કે ગ્રાન્ટ ન હોવાથી નામ પૂરતી રહી છે. જેને લઈ કોંગ્રેસ સત્તાધીન સદસ્યો લાલઘૂમ બની રહ્યા છે.

ગુજરાતમાં ત્રણેક વર્ષ અગાઉ જ્યારે જિલ્લા પંચાયત અને કેટલીક નગરપાલિકાઓની ચૂંટણી બાદ જિલ્લા આયોજન કમિટી બનાવવાનો પરિપત્ર થયો હતો. આથી પંચાયત અને પાલિકામાં ચુંટાયેલા સદસ્યો પૈકી કેટલાકની કમિટીના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આ પછી એક વાર બેઠક કરી કમિટી વિષે તમામને માહિતીગાર કરવામાં આવ્યા હતા. જોકે ત્યારથી લઇ અત્યાર સુધી એક વાર પણ કમિટીની બેઠક મળી નથી કે કોઈ કામ આવ્યું નથી.

સુત્રોએ જણાવ્યું હતું કે અન્ય રાજ્યોમાં જિલ્લા આયોજન ન હોવાથી તમામ કામો જિલ્લા આયોજન કમિટી કરી રહી છે. જ્યારે ગુજરાત રાજ્યમાં સરકારે અગાઉથી જ પ્રભારીમંત્રીના અધ્યક્ષતાવાળુ આયોજન બોર્ડ બનાવેલું છે. આથી આયોજન કમિટીને બદલે આયોજન બોર્ડ તમામ કામગીરી કરી રહ્યું છે. જેનાથી ચૂંટાયેલા પ્રતિનિધિઓની કમિટી છેલ્લા ત્રણ વર્ષથી નિષ્ક્રિય બની છે. આ અંગે કોંગ્રેસ જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના સદસ્યો અકળાયા છે.