ગુજરાતઃ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા તારીખો જાહેર, જાણો કઇ

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ પરીક્ષાની તારીખો જાહેર થઈ ગઈ છે. 5 માર્ચ થી 17 માર્ચ સુધી ધોરણ 10 બોર્ડની પરીક્ષા લેવાશે. જ્યારે કે, 5 માર્ચ થી 21 માર્ચ દરમિયાન સામાન્ય પ્રવાહની પરીક્ષા લેવાશે. ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે 9 નવા કેન્દ્રો ફાળવાયા છે. તેમજ ધોરણ -12ની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 5
 
ગુજરાતઃ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા તારીખો જાહેર, જાણો કઇ

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ પરીક્ષાની તારીખો જાહેર થઈ ગઈ છે. 5 માર્ચ થી 17 માર્ચ સુધી ધોરણ 10 બોર્ડની પરીક્ષા લેવાશે. જ્યારે કે, 5 માર્ચ થી 21 માર્ચ દરમિયાન સામાન્ય પ્રવાહની પરીક્ષા લેવાશે. ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે 9 નવા કેન્દ્રો ફાળવાયા છે. તેમજ ધોરણ -12ની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 5 થી 17 માર્ચ દરમિયાન લેવાશે. ધોરણ 10ની પરીક્ષા માટે કુલ 29 નવા કેન્દ્રો આપવામાં આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

2019ના અંતિમ દિવસે શિક્ષણ વિભાગે બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર કરી છે. ત્યારે રાજ્યભરના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા માટે વાંચવા માટેનું ટાર્ગેટ સેટ કરી શકશે. આ ઉપરાંત શિક્ષણ વિભાગ દ્વારા 2019-20 વર્ષનું એકેડેમિક કેલેન્ડ પણ જાહેર કરાયું છે. જે અંતર્ગત બોર્ડની પરીક્ષાઓની જાહેરાત કરાઈ છે. કેલેન્ડર મુજબ, નવા શૈક્ષણિક વર્ષમાં શિક્ષણના કુલ 246 દિવસો હશે. આ ઉપરાંત કેલેન્ડરમાં ઉનાળુ વેકેશનની પણ જાહેરાત કરાઈ છે. જે મુજબ, 4 મેથી ઉનાળુ વેકેશન શરૂ થશે.