ગુજરાત: પુત્રીને નકારનાર પિતાનો DNA ટેસ્ટ કરાવવા ફેમિલી કોર્ટનો આદેશ

અટલ સમાચાર, સુરત સુરતમાં યુવકે પત્નીને દીકરી સાથે 25 વર્ષ પહેલા તરછોડી દીધી હતી. જેને પગલે પત્નીએ ફેમિલી કોર્ટમાં ભરણપોષણનો દાવો કર્યો હતો. 15 વર્ષથી ચાલી કહેલા આ કેમમાં કોર્ટે મહત્વનો નિર્ણય લીધો છે. જેને કારણે પીડિતાને ન્યાય મળવાનાં રસ્તા મોકળા થયાં છે. સુરતમાં એક યુવક- યુવતીએ વર્ષ 1991માં પ્રેમલગ્ન કર્યા હતા. તેમનાં દામ્પત્ય જીવન
 
ગુજરાત: પુત્રીને નકારનાર પિતાનો DNA ટેસ્ટ કરાવવા ફેમિલી કોર્ટનો આદેશ

અટલ સમાચાર, સુરત

સુરતમાં યુવકે પત્નીને દીકરી સાથે 25 વર્ષ પહેલા તરછોડી દીધી હતી. જેને પગલે પત્નીએ ફેમિલી કોર્ટમાં ભરણપોષણનો દાવો કર્યો હતો. 15 વર્ષથી ચાલી કહેલા આ કેમમાં કોર્ટે મહત્વનો નિર્ણય લીધો છે. જેને કારણે પીડિતાને ન્યાય મળવાનાં રસ્તા મોકળા થયાં છે. સુરતમાં એક યુવક- યુવતીએ વર્ષ 1991માં પ્રેમલગ્ન કર્યા હતા. તેમનાં દામ્પત્ય જીવન દરમિયાન તેઓ એક દીકરીનાં માતા પિતા બન્યાં હતાં. દિકરાનો મોહમાં પત્નીને દીકરી સાથે લગ્નનાં 4 વર્ષ બાદ એટલે કે 1994માં ત્યજી દીધી હતી. તેણે પત્નીને વતન જવાનું કહી તગેડી નાંખી હતી.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

પત્નીએ અનેક પ્રયાસ કર્યા હતાં પોતાનો સંસાર બચાવવ માટે 10 વર્ષ રાહ જોઈ જોકે પતિએ તેને સ્વીકારી નહોતી. અંતે પત્નીએ દીકરી અને પોતાના માટે ફેમિલી કોર્ટમાં ભરણપોષણની અરજી કરી હતી. બીજી તરફ પતિ આ દીકરી તેની નહી હોવાનો દાવો કરી રહ્યો હતો. પત્ની અને દીકરીને તરછોડનાર નિર્દય પતિએ વર્ષ 2015નાં રોજ બીજા લગ્ન કરી લીધા હતા. તેમજ સતત આ દીકરી તેની નથી કહી ભરણપોષણ આપવાથી ઢાંક પીછોડો કરી રહ્યો હતો. હવે આ કેસમાં કોર્ટે DNA ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો છે. DNA રિપોર્ટનાં આધારે કોર્ટમાં સુનાવણી થશે.