ગુજરાત: દિપડાથી બચવા ખેડુતોએ શોધ્યો નવો ઉપાય, જાણીને લાગશે નવાઇ

અટલ સમાચાર,ડેસ્ક વિસાવદર,ધારી, બગસરાના ગામડાઓમાં દીપડાઓના અસહ્ય ત્રાસથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે. હવે ખેડૂતોએ દીપડાના હુમલાથી બચવા લોખંડના પાંજરાવાળા ખાટલાઓ બનાવવા મજબૂર બનવું પડયું છે. કારણ કે ખેતી કરવી મુશ્કેલ બની ગઈ છે. ખેડૂતોને રાત્રિના પાણી વાળવામાં અને જંગલી ભુંડ તથા રોઝથી પાકનું રક્ષણ કરવામાં પોતાની અમૂલ્ય જીંદગી જોખમમાં મૂકવી પડી રહી છે. દીપડાઓનો
 
ગુજરાત: દિપડાથી બચવા ખેડુતોએ શોધ્યો નવો ઉપાય, જાણીને લાગશે નવાઇ

અટલ સમાચાર,ડેસ્ક

વિસાવદર,ધારી, બગસરાના ગામડાઓમાં દીપડાઓના અસહ્ય ત્રાસથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે. હવે ખેડૂતોએ દીપડાના હુમલાથી બચવા લોખંડના પાંજરાવાળા ખાટલાઓ બનાવવા મજબૂર બનવું પડયું છે. કારણ કે ખેતી કરવી મુશ્કેલ બની ગઈ છે. ખેડૂતોને રાત્રિના પાણી વાળવામાં અને જંગલી ભુંડ તથા રોઝથી પાકનું રક્ષણ કરવામાં પોતાની અમૂલ્ય જીંદગી જોખમમાં મૂકવી પડી રહી છે. દીપડાઓનો આતંક દિનપ્રતિદિન સતત વધતો જઈ રહ્યો છે. તેનો ભોગ ગામડાના ખેડૂતો મજૂરો બની રહ્યા છે. ગામડાઓની અંદર હજુ પણ દીપડાઓ દિવસે અને રાત્રીના ખેતરમાં દેખા દઈ રહ્યા છે. જેથી ખેડૂતો થર થર ધુ્રજી રહ્યા છે. ખેડૂતોએ પોતાના પેટનો ખાડો પૂરવા માટે ખેતી કરવી પણ જરૂરી છે. મજૂરોએ પોતાનું પેટ ભરવા માટે મજૂરી કરવા પણ ખેતરમાં જવું પડે છે.

ગુજરાત: દિપડાથી બચવા ખેડુતોએ શોધ્યો નવો ઉપાય, જાણીને લાગશે નવાઇ

જેથી ખેડૂતો અને મજૂરોએ દીપડાના હુમલાથી બચવા માટે લોખંડના ખાટલા ને ફરતી બાજુ લોખંડની જાળી ફિટ કરાવી પાંજરૂં બનાવી તેમાં બેસી અને પોતાના ખેતરનું કામકાજ અને રક્ષણ કરી શકે છે. ખેડૂતોને પોતાના ખેતરને વાવેલા પાકને પાણી વાળવા પાંજરાવાળો ખાટલો ઠેર ઠેર ફેરવવો પડે છે. જે ધોરીયામાં પાણી જતું હોય ત્યાં પાણી વાળીને બીજા ધોરીયામાં પાણી શરૂ ન થાય ત્યાં સુધી પાંજરામાં પૂરાઈને બેસવું પડે છે. એક તરફ ખેડૂતો કમોસમી વરસાદના કારણે પાયમાલ થઈ રહ્યા છે. ત્યારે પોતાની જિંદગી બચાવવા માટે વધારાનો ડામ અંદાજીત ૧૫ હજારથી પણ વધુના ખર્ચે લોખંડના ખાટલાની ફરતે ત્રણ ફૂટ પહોળાઈ છ ફૂટની લંબાઈ અને છ ફુટ ઉંચાઈ ધરાવતી લોખંડની ફેન્સીંગવાળુ પાંજરૂ બનાવવું પડી રહ્યું છે. સમગ્ર પંથકમાં દીપડાના આતંકથી ખેડૂતોને જીવવું મુશ્કેલ બન્યું છે. અને ખેતી કરવી પણ મુશ્કેલ બની રહી છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

કારણ કે, દીપડાઓ ઘરમાં ઘૂસીને નિર્દોષ લોકોના શિકાર કરી રહ્યા છે. એક તરફ વરસાદી માહોલના કારણ ખેડૂતને મસમોટું નુકસાન ગયું છે. ત્યારે દીપડાના હુમલાથી બચવા હજારોના ખર્ચે નવા પાંજરાઓ બનાવવા ખેડૂતોને મજબૂર બનવું પડયું છે. આમ સમગ્ર વિસ્તારના ખેડૂતોની હાલત દિવસેને દિવસે દયનીય બની રહી છે. ખેડૂતો દીપડાને જોવા એટલે વનવિભાગને પાંજરૂં મૂકવાની જાણ કરે અને વનવિભાગ પાંજરૂં મુકી સંતોષ માની લે છે. પરંતુ ચાલાક બની ગયેલા દીપડાઓ પાંજરામાં ભાગ્યે જ આવે છે. હજુ પણ મોટી સંખ્યામં વિસાવદર પંથકમાં દીપડા જોવા મળી રહ્યા હોવાથી ખેડૂતો ભયભીત બનીને ધરાર પાંજરામાં પુરાવા મજબુર બની રહ્યા છે.