ગુજરાતઃ પંચાયતનાં પૂર્વ ઉપપ્રમુખે આર્થિક સંકડામણના લીધે આત્મહત્યા કરી

અટલ સમાચાર, ડેસ્ક અમરેલી જિલ્લા પંચાયતનાં પૂર્વ ઉપપ્રમુખ કેસૂર ભેડાએ આજે સવારે આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો છે. સ્યૂસાઇડ નોટમાં લખ્યા પ્રમાણે તેમણે આર્થિક સંકડામણને કારણે આપઘાત કરી લીધો છે. આ અંગે હાલ સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. આજે સવારે સાતથી આઠ વાગ્યાની આસપાસ લીલીયાના સલડી નજીક ત્રિલોક ફૂડ
 
ગુજરાતઃ પંચાયતનાં પૂર્વ ઉપપ્રમુખે આર્થિક સંકડામણના લીધે આત્મહત્યા કરી

અટલ સમાચાર, ડેસ્ક

અમરેલી જિલ્લા પંચાયતનાં પૂર્વ ઉપપ્રમુખ કેસૂર ભેડાએ આજે સવારે આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો છે. સ્યૂસાઇડ નોટમાં લખ્યા પ્રમાણે તેમણે આર્થિક સંકડામણને કારણે આપઘાત કરી લીધો છે. આ અંગે હાલ સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

આજે સવારે સાતથી આઠ વાગ્યાની આસપાસ લીલીયાના સલડી નજીક ત્રિલોક ફૂડ પ્રોસેસ ફેક્ટરીમાં કેસૂર ભેડાએ આપઘાત કરી લીધો હતો. આર્થિક સંકડામણથી આપઘાત કર્યાનો સુસાઇડ નોટમા ઉલ્લેખ છે. કેસૂર ભેડા હાલ અમરેલી જિલ્લા પંચાયતના ચાલુ સદસ્ય હતાં. સદસ્યનાં આપઘાતને કારણે કૉંગ્રેસમાં શોકનો માહોલ છવાયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

લીલીયા પંથકમા આહીર અગ્રણી અને કોંગ્રેસના મોટાગજાના નેતા તરીકે કેસૂર ભેડાનું નામ સામે આવતું હતું. લીલીયા પંથકમાં કેસુર ભેડાના આપઘાતથી શોકનો માહોલ પેદા થયો છે. હાલ આપઘાતને લઈને ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.