આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજસીટોકનો આરોપી નિખિલ દોંગા ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાંથી ત્રણ દિવસ પૂર્વે ફરાર થઈ ગયો હતો. પોલીસે છેક નૈનીતાલથી નિખિલની ધરપકડ કર્યા બાદ તેને ભગાડવામાં પોલીસબેડાના 4 અધિકારી અને કર્મચારીઓની સંડોવણી ખૂલતાં તેમની ધરપકડ કરવામાં આવી છે. ભુજની ખાસ પાલારા જેલમાં રહેલો આરોપી નિખિલ ડોંગા જી.કે.જનરલ હોસ્પિટલમાંથી ભાગી છૂટ્યો હતો. જેમાં પોલીસની સંડોવણી સામે આવી છે. તપાસનીસ ડીવાયએસપી જે.એન.પંચાલે જણાવ્યું કે, ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાંથી નાસી છૂટેલા ગુજસીટોક ગુનાના કુખ્યાત આરોપી નિખિલ દોંગાને ભગાડવામાં સ્થાનિક પોલીસ અધિકારી-કર્મચારીઓએ જ ગુનાહિત કાવતરૂ રચીને તેને ભગાડ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજકોટનો કુખ્યાત આરોપી નાસી જવાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ તરફ પોલીસે સીસીટીવી કેમેરાની તપાસ કરવા ઉપરાંત આરોપીઓની મોબાઈલ કોલ ડીટેઈલ્સના આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં અગાઉ પોલીસ જાપ્તામાં રહેલા પીએસઆઈ આર.બી.ગાગલ અને કોન્સ્ટેબલ રાજેશ રાઠોડની પોલીસ ધરપકડ કરીને તેમના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમ્યાન કરાયેલી પૂછતાછમાં આરોપીઓને ભગાડવામાં અન્ય એક પીએસઆઈ અને એએસઆઈની પણ સંડોવણી સામે આવી છે. જેમાં પીએસઆઈ એન.કે. ભરવાડ અને એએસઆઈ અલીમામદ ઓસમાણ લંઘાની સંડોવણી સામે આવી હતી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આ પીએસઆઈ અને એએસઆઈ પણ આરોપી નિખિલના જાપ્તામાં હતા. પાલારા જેલમાંથી નિખિલને જી.કે. જનરલ હોસ્પિટલમાં લાવવા માટે પીએસઆઈ ભરવાડ અને એએસઆઈ લંઘા પણ જાપ્તામાં રહેતા હતા. દરમ્યાન આરોપી પીએસઆઈ ભરવાડ અને એએસઆઈ લંઘા ફોન મારફતે આરોપીને ભગાડવામાં મદદ કરનાર ભરત રામાણીના સંપર્કમાં હતા, ત્યારે બન્ને પીએસઆઈ અને એએસઆઈની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી આગામી ૩ એપ્રિલ સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. આ કેસમાં નિખિલને પકડવા માટે પશ્ચિમ કચ્છ પોલીસની ટીમ ઉપરાંત, ગોંડલ રૂરલ, રાજકોટ પોલીસ, એટીએસ સહિતની ટિમો પણ કામે લાગી છે.

નોંધનિય છે કે, ફરાર કુખ્યાત નિખિલ દોંગા પોલિસના સ્યુક્ત ઓપરેશનમાં નૈનીતાલથી ઝડપાઇ ચુક્યો છે. પચ્છિમ કચ્છ પોલિસ તથા રાજકોટ રૂરલ પોલીસે તેને ઝડપવા માટે ટીમ બનાવી હતી. તેના સંયુક્ત ઓપરેશનમાં તે ઉત્તરાખંડ નૈનીતાલથી ઝડપાઇ ગયો છે. જો કે તેની મદદગારી કરનાર તેની સાથે ઝડપાયા છે. કે નહી તે વિગતો હજુ સામે આવી નથી. પરંતુ પશ્ચિમ કચ્છ પોલિસ તથા રાજકોટ પોલિસે તેને ઝડપી પાડ્યો છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code